Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

બાઢડા ગામે અકસ્‍માતે દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મૃત્‍યુ

ચુલામાં કેરોસીન નાંખતા અચાનક ભડકો થયો હતો

અમરેલી, તા. 30

સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામે રહેતાં કૈલાસબેન અરવિંદભાઈ વિરાણી નામનાં પ0 વર્ષિય મહિલા ગત તા.રપ/3 નાં સવારે પોતાના ઘરે ચુલા ઉપર પાણી ગરમ કરતાં હતા ત્‍યારે ચુલામાં બોટલ વડે કેરોસીન નાંખતા અચાનક જ ભડકો થતાં તેણી દાજી જવા પામેલ જેથી પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનુંપોલીસમાં જાહેર થવા પામેલ છે.

error: Content is protected !!