Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

ક્રાંકચ ગામે વાડીનાં પડામાંથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપાયો

આરોપી દરોડા દરમિયાન નાશી જતાં શોધખોળ

અમરેલી, તા.30

લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે રહેતા દાદુભાઈ ખુમાણ નામના શખ્‍સે પોતાની વાડીના પડામાં વિદેશી દારૂની બોટલ નંગ-ર4 કિંમત રૂા. 8 હજારની છુપાવ્‍યાની બાતમી લીલીયા પોલીસને મળતા પોલીસે દરોડો કરી વિદેશી દારૂ, મોટર સાયકલ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા. ર0,પ00નો મુદામાલ ઝડપી લીધો હતો. જયારે આરોપી દરોડા દરમિયાન નાશી છૂટયો હતો.

error: Content is protected !!