Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

ડેડાણ-જીવાપર માર્ગ પરત તમંચા સાથે નીકળેલ શખ્‍સને ઝડપી લેવાયો

અમરેલી, તા. 30

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ર્ેારા આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી ર019 અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમ્‍યાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગઈકાલ તા.ર9/03/ર019 નારોજ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. સ્‍ટાફ ખાંભા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે ડેડાણથી જીવાપર જવાના રસ્‍તે જીવાપર ચોકડી પાસે એક ઈસમ દેશી બનાવટના તમંચા સાથે હાજર છે, તેવી ચોક્કસ બાતમી મળતાં ડેડાણથી જીવાપર જવાના રસ્‍તે જીવાપર ચોકડી પાસેથી બાતમીમાં જણાવેલ વર્ણન વાળા આરોપી ધનિષ રાજેશભાઈ ગૌસ્‍વામી, ઉ.વ. ર, ધંધો ડ્રાઈવીંગ, રહે. રાજુલા, જાફરાબાદ રોડ, તા. રાજુલાની એક દેશી બનાવટનો તમંચો કિ. રૂા.1000/- સાથે અટકાયત કરવામાં આવી છે.

આરોપી ધનિષ રાજેશભાઈ ગૌસ્‍વામી વિરૂઘ્‍ધ અગાઉ રાજુલા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.18/ ર017, ઈ.પી.કો. કલમ 363, 366, પોકસો એકટ કલમ 18 મુજબનો ગુન્‍હો નોંધાયેલ છે. પકડાયેલ ઈસમ વિરૂઘ્‍ધ આર્મ્‍સ એકટ તળે કાર્યવાહી કરી આરોપી અને મુદ્યામાલ વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

error: Content is protected !!