Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

મહુવામાં માલણ નદીનાં કાંઠે આવેલ વાડીમાંથી ચંદનનાં વૃક્ષોની ચોરી

મહુવા, તા.ર9

મહુવામાં માલણ નદીના કાંઠે આવેલી વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અજાણ્‍યા શખ્‍સો ચંદનના પ વૃક્ષોનું નિકંદન કરી કુલ રૂપિયા 3 લાખના લાકડાની ચોરી કરી નાશી છુટયાની ફરિયાદ મહુવા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહુવા પોલીસ સૂત્રોથી ઉપલબ્‍ધ વિગતો મુજબ શહેરમાં સર્વોદયસોસાયટીમાં આવેલ માણેક એપાર્ટમેન્‍ટમાં રહેતા પ્રવિણચંદ્ર મથુરદાસ મહેતા (ઉ.વ.70)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી. પોતાની માલણ નદીના કાંઠે આવેલી વાડીમાં કોઈ અજાણ્‍યા શખ્‍સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી વાડીમાં ઉભેલા પ ચંદનના વૃક્ષો કાપી કુલ રૂપિયા 3 લાખના મુદામાલની ચોરી કરી નાશી છુટયા હતા. મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પો.સ.ઈ. નકવીએ અજાણ્‍યા શખ્‍સો વિરૂઘ્‍ધ કલમો હેઠળ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!