Amreli Express

Daily News Papers

સમાચાર

સાવરકુંડલા શહેરમાં અનેક માર્ગો બિસ્‍માર બનતા શહેરીજનોમાં રોષ

ચૂંટણીવેળા આગેવાનો સક્રીય બને તેવી માંગ

સાવરકુંડલા, તા. ર9

સાવરકુંડલામાં છેલ્‍લા ઘણા સમયથી મેઈન રોડ ગણાતા વિસ્‍તારની પરિસ્‍થિતિ અતિ ગંભીર જણાઈ રહી છે. તેમાં રિઘ્‍ધિ-સિઘ્‍ધિ મંદિરથી જુના બસ સ્‍ટેશન સુધીમાં રોડની વચ્‍ચોવચ્‍ચ છેલ્‍લા ઘણાં સમયથી મસ મોટ ખાડો પડી ગયેલ છે. જેમાં બરકત પાન સામેનાં રસ્‍તાનો ખાડો ઉપરાંત પાંધી ન્‍યુઝ એજન્‍સી સામે પાણીની પાઈપલાઈન માટે રોડની વચ્‍ચે કરવામાં આવેલ ખોદાણ બાદ તેને પૂરી રીતે રિપેરીંગ ન કરી હાલનાં સમયમાં મોટોખાડો પડી ગયેલ છે. જેમાં અવારનવાર વાહનોફસાઈ છે. ઉપરાંત શહેરનાં એવા ઘણા માર્ગોની હાલત કફોડી છે. તેવા સમયે તંત્ર ર્ેારા આવા રસ્‍તા બનાવી તો નથી શકતા પણ આવા ખાડા બુરી વાહન ચાલકો અને રાહદારીઓને રાહત આપી અકસ્‍માત થતા અટકાવે તેવી લોકમાંગ ઉઠી છે. ત્‍યારે તેના ર્ેારા આવા લોકોનાં પ્રશ્‍નોનું નિરાકરણ કયારે થશે તે જોવું રહૃાું.

error: Content is protected !!