Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

કલેકટર આયુષ ઓકની ઉપસ્‍થિતિમાં : અમરેલી વિદ્યાસભા સ્‍કુલનું મતદાર જાગૃત્તિ માટે અનેરૂ આયોજન

મેરેથોન દોડનું આયોજન કરાયું

અમરેલી, તા. ર9

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કૂલ અને શ્રીમતી એસ.એચ. ગજેરા, શ્રીમતી સી.વી. ગજેરા સ્‍કુલ આયોજીત વિદ્યાસભા કેમ્‍પસ ડાયરેકટર એચ.આર. પટેલના ઉમદા સામાજીક વિચારોથી અને વિદ્યાસભા ટ્રસ્‍ટીઓના સહયોગથી મતદાન જાગૃતિ અને ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા તા. 31/3/19 ને રવિવારે સવારે 8:00 કલાકના રોજ ભમેરાથોન દોડભનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મેરાથોન દોડનું વિદ્યાસભા કેમ્‍પસથી કલેકટર ઓકના હસ્‍તે પ્રસ્‍થાન (ફલેગમાર્ચ)કરાવવામાં આવશે.

આ દોડનો હેતું લોકશાહીના મહાન પર્વ નિમિતે જાગૃત નાગરિકો બહોળા પ્રમાણમાં અને જાહેર જનતા નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરે તેવા ઉમદા ઉદેશથી કરવામાં આવેલ. જે માટે વિદ્યાસભા સ્‍કૂલના 1000 જેટલા વિદ્યાર્થીઓ આ મેરેથોન દોડમાં ભાગ લઈ રહયા છે.

વિદ્યાસભા સ્‍કૂલ અમરેલીહંમેશા વિદ્યાર્થીઓ તથા નાગરિકોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજે છે. સાંપ્રત સમયમાં જયારે ચૂંટણીનો માહોલ હોય ત્‍યારે આપણે દેશના સુજ્ઞ નાગરિકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉંચી ટકાવારી મતદાન થાય તે માટે વિદ્યાસભા સ્‍ટાફ-સ્‍ટુડન્‍ટ-પેરેન્‍ટસ તેમજ જાહેર જનતા સૌ કોઈને મેરાથોન દોડમાં જોડાવવા માટે વિદ્યાસભા મેનેજમેન્‍ટનું વિનંતી સહ આહવાન કરેલ છે. મેરાથોન રૂટ વિદ્યાસભાથી સરદાર સર્કલથી નવા બસ સ્‍ટોપથી કલેકટર ઓફિસથી ફોરર્વડ સ્‍કુલ મેદાનથી લાઠી રોડથી વિદ્યાસભા સ્‍કુલ પરત ફરશે જેઓ મતદાન જાગૃતિનો સંદેશ આપશે. આ મેરાથોનમાં સ્‍પર્ધકોને કેપ ફાળવવામાં આવશે તેમજ અંડર-16 બોયઝ અને ગર્લ્‍સ અને ઓપન બોયઝ અને ગર્લ્‍સ ને ટોપ થ્રી રેન્‍ક મેળવનાર સ્‍પર્ધકને ટ્રોફી એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવશે.

error: Content is protected !!