Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીનાં મીની કસ્‍બાવાડમાં પરિણીતાને મરી જવા મજબૂર કરનાર 4 શખ્‍સોને 7-7 વર્ષની સજા

4 વર્ષ પહેલા પરિણીતાએ માનસિક ત્રાસથી ગળાફાંસો ખાઈ લીધો હતો

અમરેલીનાં મીની કસ્‍બાવાડમાં પરિણીતાને મરી જવા મજબૂર કરનાર 4 શખ્‍સોને 7-7 વર્ષની સજા

સરકારી એડવોકેટ જે. બી. રાજયગુરૂની દલિલો સફળ રહી

અમરેલી, તા. ર8

અમરેલી શહેરમાં આવેલ મીની કસ્‍બાવાડમાં રહેતી એક પરિણીતાને તેણીનાં પતિ સહિત 4 લોકોએ શારીરિક, માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કરતાં આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં આ અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં બે મહિલા સહિત 4ને 7-7 વર્ષની કેદ અને રૂા.10-10 હજારનાં દંડની સજાનો હુકમ કરવામાં આવ્‍યો હતો.

આ બનાવમાં અમરેલીમાં આવેલ કસ્‍બાવાડ વિસ્‍તારમાં રહેતી મેરૂનબેન લતીફભાઈ ચૌહાણ સાથે લગ્ન થયેલા હતા અને તેણી સંયુકત કુટુંબમાં રહેતી હોય, તેણીનાં સાસરીયાવાળા લતીફ જમાલભાઈ ચૌહાણ સહિત 4 શખ્‍સોએ તેણીને શારીરીક, માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતાં તેણીએ ગત તા.ર7/1/1પ નાં રોજ પોતાની મેળે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આઅંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાતા આ અંગેનો કેસ અત્રેની એડી. સેસન્‍સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ જે. બી. રાજયગુરૂની દલીલોને ઘ્‍યાને લેતાં એડી. સેસન્‍સ જજ શ્રી એન. પી. ચૌધરીએ આરોપી લતીફભાઈ જમાલભાઈ ચૌહાણ, તોફીક લતીફભાઈ ચૌહાણ, રેશ્‍માબેન લતીફભાઈ ચૌહાણ તથા રસીદાબેન અર્શદભાઈ ચૌહાણને 7-7 વર્ષની કેદ તથા રૂા.10-10 હજારનાં દંડની સજાનો હુકમ કર્યો હતો.

error: Content is protected !!