Amreli Express

Daily News Papers

સમાચાર

લ્‍યો બોલો : સાવરકુંડલાની સરકારી એમ્‍બ્‍યુલન્‍સ બિમાર : વિકાસની ગુલબાંગો વચ્‍ચેની વાસ્‍તવિકતા કડવી

વિકાસની ગુલબાંગો વચ્‍ચેની વાસ્‍તવિકતા કડવી

લ્‍યો બોલો : સાવરકુંડલાની સરકારી એમ્‍બ્‍યુલન્‍સ બિમાર

સ્‍થાનિક કક્ષાનાં નેતાઓ દિલ્‍હીદરબાર સુધી પહોંચ ધરાવતાં હોવા છતાં પણ પરેશાની

ગરીબ દર્દીઓને નાછુટકે ખાનગી એમ્‍બ્‍યુલન્‍સનો આધાર રાખવો પડે છે

સાવરકુંડલા, તા. ર8

સાવરકુંડલામાં આજુ-બાજુના ગામડાનાં સ્‍થાનિક લોકોની પ્રાણ સમાન સરકારી કે.કે.હોસ્‍પિટલનાં સંચાલકના અભાવે સાવરકુંડલા અને આજુબાજુના ગામડાનાં લોકોને એમ્‍બ્‍યુલન્‍સની સુવિદ્યા મળતી નથી. અને સિવિલ હોસ્‍પિટલમાં ચાલુ એમ્‍બ્‍યુલન્‍સ ધુળ ખાય છે. ત્‍યારે દર્દીઓને નાછુટકે પ્રાઈવેટ એમ્‍બ્‍યુલન્‍સનો સહારો લેવો પડે છે. અને અનેકવાર આવી પ્રાઈવેટ એમ્‍બ્‍યુલન્‍સ સમયસર ના મળતા ઈમરજન્‍સીમાં રિફર કરેલ કેસમાં સ્‍વજનોને પોતાનાં વાહલાઓને ગુમાવવા પડે છે. આ અગાઉ પણ સંચાલકની બેદરકારીના કારણે બિનઅધિકૃત ડ્રાઈવરના કારણે સાવરકુંડલાની સરકારી હોસ્‍પિટલની એમ્‍બ્‍યુલન્‍સનાં અનેક અકસ્‍માતો થયા છે. તેમાં ધણાની જાનહાની ની નુકશાની પણ થયેલ છે. તેવા સમયે હાલ સરકાર દ્વારા આરોગ્‍યને લગતી કંઈક યોજનાઓ કાર્યરત છે. ત્‍યારે માત્ર અમુક અધિકારીઓનાં જોહુકમી શાસન અને સંચાલનના અભાવનાં કારણે આમ જનતાને મોટી કિંમત ચુકવવી પડે છે. હોસ્‍પિટલ સંચાલકનાં કોઈ પુછપરછ કરવા વાળુ ન હોઈ તેમ સંચાલનમાં અનેક હેરરીતી જોવા મળે છે. જેમાંની હાલ આ એમ્‍બ્‍યુલન્‍સને લગતી માહિતી સામે આવતા ઉપરી અધિકારી દ્વારા આવાસંચાલકોને યોગ્‍ય ઠપકો આપે તેવી લોક માંગ ઉઠી છે. જેથી કરીને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ અને લોક ઉપયોગી સાધન – સામગ્રીનો સિઘ્‍ધો ફાયદો લોકોને મળી રહે અને યોગ્‍ય સમયે યોગ્‍ય સારવાર મળતી થાય.

error: Content is protected !!