Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીમાં મીડિયા સેન્‍ટરનું ઉદ્યઘાટન કરતા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક  

આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી સંદર્ભે આજે કલેકટર કચેરી ખાતે જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે દીપ પ્રાગટય કરી મીડિયા સેન્‍ટરનો પ્રારંભ કરાવ્‍યો હતો. મીડિયા સેન્‍ટરમાં અમરેલી લોકસભા બેઠક અસ્‍તિત્‍વામાં આવી ત્‍યારથી અત્‍યાર સુધીની લોકસભા ચૂંટણીની આંકડાકીય વિગતો સહિતની માહિતી ઉપલબ્‍ધ કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી લોકસભા બેઠકનાં મતદારો લોકસભા બેઠકમાં સમાવિષ્‍ટ જિલ્‍લાના તાલુકા અને ગ્રામ્‍ય વિસ્‍તારોની પણ જાણકારી મુંકવામાં આવી છે. મીડિયા સેન્‍ટરના પ્રારંભે જિલ્‍લા ચૂંટણી અધિકારીએ જણાવ્‍યું હતું કે, જિલ્‍લા માહિતી કચેરી – અમરેલી દ્વારા તૈયાર કરાયેલ મીડિયા સેન્‍ટર અને પ્રદર્શન પત્રકારો માટે માહિતી સભર હોવાની સાથે નાગરિકોને પણ ચૂંટણી સંદર્ભે ઉપયોગી માહિતી મળી રહેશે. આ પ્રદર્શન જિલ્‍લાના વધુમાં વધુ નાગરિકો બહોળી સંખ્‍યામાં નિહાળે તે માટે તમામને મુલાકાત લેવા જિલ્‍લા ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો છે. આ પ્રસંગે જિલ્‍લા વિકાસ અધિકારી અને એકસપેન્‍ડિચર નોડલ સી.એમ. પાડલીયા, અધિક નિવાસી કલેકટર એ.બી. પાંડોર, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી. આલ, નાયબ માહિતી નિયામકબી.એસ. બસિયા તેમજ મામલતદારો અને નાયબ મામલતદારો ઉપસ્‍થિત રભ હતા. નાયબ માહિતી નિયામક બી.એસ. બસિયાના માર્ગદર્શન તળે મીડિયા સેન્‍ટર માહિતી પરિવારના જી.વી. દેવાણી, એસ.એચ.ગોહિલ, બી.ડી. પાથર, એમ.એમ. ધડુક, વી.આર. પીપળીયા, ડી.ડી. રાજયગુરૂ, એચ.બી. વાઘેલા, બી.એસ. બસિયા, એમ.વી. રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવ્‍યું છે.

error: Content is protected !!