Amreli Express

Daily News Papers

સમાચાર

દામનગરમાં ભુરખીયા હનુમાનજી જળસંગ્રહ સમિતિ દ્વારા જળસિંચનની કામગીરી શરૂ

દામનગરનાં શ્રી ભુરખીયા હનુમાનજી જળસંગ્રહ અભિયાન સમિતિ ઘ્‍વારા જળસંગ્રહ અભિયાનનો સમસ્‍ત શહેરીજનોની ઉપસ્‍થિતિમાં પ્રારંભ કરાયો દામનગરના તમામ જળાશયો ઊંડા ઉતારવા સરકારની સહાય વગર સંપૂર્ણ લોકફાળાથી ચાલતા જળસંગ્રહ અભિયાનનો દાતાઓ, સામાજિક સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓના સહયોગથી તા. ર8/3નાં રોજ ભુરખીયા રોડ પર આવેલ ચેકડેમથી પ્રારંભ કરાયો અને જેસીબી હીટાચી મશીનો, ટ્રેકટરોની કતારો લાગી હતી. માટી લઈ જવા ખેડૂતોએ લાઈનો લગાવી હતી. જળસંગ્રહ અભિયાનમાં સુરત અને દામનગરની યુવા ટીમનાં માર્ગદર્શન હેઠળ જળસંગ્રહ ચાર માસ સુધી શહેરના વિવિધ જળાશયોમાં જળસંગ્રહ અભિયાન ચાલનાર છે. દામનગર શહેર તેમજ સુરતને કર્મભૂમિ બનાવી ત્‍યાં વસતા દામનગરવાસીઓના સંયુકત ઉપક્રમે યુવાનોની ટીમ ઘ્‍વારા જળસંગ્રહ અભિયાનનો આજે દામનગર શહેરમાં વિવિધ જળાશયોને ઊંડા ઉતારવાનો વિધિવત પ્રારંભ કરાયો હતો. જેમાં શહેરમાં સામાજિક, સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ, ખેડૂતો સહિત તમામ સમાજની ઉપસ્‍થિતિમાં શુભ પ્રારંભ થયો હતો.

error: Content is protected !!