Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

અમરેલીમાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં 3 શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચનાથી એલસીબીનો સપાટો

અમરેલીમાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં 3 શખ્‍સોને પોલીસે ઝડપી લીધા

રૂપિયા 1.40 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કરાતા સટ્ટાપ્રેમીઓમાં સન્‍નાટો

અમરેલી, તા. ર8

આગામી લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્‍યો છે તો તેમને પણ ટકકર મારે તેવી આઈપીએલની મેચ શરૂ થતાં ક્રિકેટ ફીવર છવાયો છે અને બોર્ડની પરીક્ષાઓ સંપનન થતાં અર્ધા વિદ્યાર્થી આલમમાં વેકેશનની સીઝન પણ શરૂ થવા પામી છે. ત્‍યારે કેટલાંક બાજીગરો પણ આવા માહોલ વચ્‍ચે આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા હોય અમરેલી એલસીબી પોલીસે મંગળવારે મોડી રાત્રીના સમયે દરોડો પાડી 3 આરોપીને રૂા. 1.40 લાખનાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ બનાવમાં અમરેલીમાં આવેલ સવજીપરા તરીકે ઓળખાતા વિસ્‍તારમાં મોનો હોટલ નામની હોટલમાં તેમના માલીક રહીમ અબ્‍દુલભાઈ પરમાર, જુનેદ ઈસ્‍માઈલભાઈ રઈશ બન્‍ને મળી હાલમાં જ શરૂ થયેલ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્‍ટની લાઈવ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલએપ્‍લીકેશનમાં ક્રિકેટ સટ્ટાનો ભાવ જાણી ગ્રાહકોનાં મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી અને ગ્રાહકો પાસેથી સટ્ટો લઈ ક્રિકેટનો સટ્ટો લેવાની પ્રવૃત્તિ ચલાવતાં હોય. આ અંગેની બાતમી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયને મળતાં તેઓએ એલસીબીને સુચના આપતાં મંગળવારે રાત્રે 11-1પ કલાકે એલસીબી ટીમે બાતમીવાળી જગ્‍યાએ દરોડો કરતાં ત્‍યાં હાજર રહીમ પરમાર તથા જુનેદ રઈશ સહિત ત્રણને દિલ્‍હી કેપીટલ તથા સુપર કિંગ્‍સ ટીમ વચ્‍ચેની મેચમાં મોબાઈલ એપ્‍લીકેશન ઘ્‍વારા ક્રિકેટનો સટ્ટો રમતાં રોકડા રૂા. 10,પ00, મોબાઈલ ફોન નંગ-8 કિંમત રૂા. પ4000, ટીવી, રીમોટ, સેટ-અપ બોકસ કિંમત રૂા. ર1000, મોટર સાયકલ નંગ-ર કિંમત રૂા. પપ હજાર મળી કુલ રૂા. 1,40,પ0પ નાં મુદામાલ સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. આ બનાવ અંગેની વધુ તપાસ સીટી પીએસઆઈ એમ.એચ. પરાડીયા ચલાવી રહૃાાં છે.

error: Content is protected !!