Amreli Express

Daily News Papers

સમાચાર

બાબરામાં વિશ્‍વહિન્‍દુ પરિષદનાં કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત કરતા જિલ્‍લા વિશ્‍વહિન્‍દુ પરિષદનાં આગેવાનો

બાબરામાં આગામી 14 એપ્રિલના રોજ વિશ્‍વહિન્‍દુ પરિષદ દ્વારા રામ નવમીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે શહેરમાં વિશ્‍વહિન્‍દુ પરિષદ દ્વારા હિન્‍દુ સમાજનીબેઠક બોલાવવામાં આવી રહી છે. તેમજ દરેક બાઈક અને મકાન પર શ્રીરામની ધજા લગાડવામાં આવી રહી છે. શહેરના મુખ્‍ય વિસ્‍તારમાં શોભાયાત્રાના રૂટ પર જાહેર હોર્ડિગ્‍સ, બેનરો અને ધજા પતાકા પણ લગાડવામાં આવી રહયા છે. તેમજ અહીં શહેરમાં કાર્યકારી કાર્યાલય પણ ખોલવામાં આવ્‍યું છે. અહીં વિશ્‍વહિન્‍દુ પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓ બેસીને રામનવમીનું આયોજન કરી રહયા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા વિશ્‍વહિન્‍દુ પરિષદના મુખ્‍ય આગેવાન હસમુખભાઈ દુધાત, અનકભાઈ બોરીચા, અમૃતરાવ પાંડે, મનુભાઈ વેકરીયા, દિલીપસિંહ ઠાકોર સહિતના આગેવાનો બાબરા ખાતેના વિશ્‍વહિન્‍દુ પરિષદના મૌલિકભાઈ તેરૈયા, ગજેન્‍દ્રભાઈ શેખવા, અનિલભાઈ ચૌહાણ, ધર્મેન્‍દ્રભાઈ બસીયા, જયભાઈ રાજપુત, વિવેકભાઈ પોપટ, બાલાભાઈ વાળા, આકાશભાઈ પટગીર, લાલભાઈ રાજપુત, યજ્ઞેશભાઈ શુકલ, આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!