Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

જાફરાબાદનાં છેલણાની શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી

જાફરાબાદ તાલુકાનાં છેલણા ગામે દિવ્‍યમ્‌ પબ્‍લીક સ્‍કૂલમાં પ્રથમ વાર્ષિક મહોત્‍સવ અને મેઘધનુષનો આઠમો રંગ કાર્યક્રમ યોજાયો. જેમાં દીપ પ્રાગટય પૂર્ણ સ્‍વરૂપદાસ પૂ. સ્‍વામી નીરકતદાસજી સ્‍વામી (કોઠારી) પ્રતાપભાઈ ખુમાણ, ભાભલુભાઈ વરૂ, પ્રતાપભાઈ વરૂ, બાલાની વાવ સાયરામ દવે (હાસ્‍ય કલાકાર) ત્‍થા સંતો મહંતો ર્ેારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને શરૂ કરેલ. જેમાં હાસ્‍ય કલાકાર સાયરામ દવે ર્ેારા બાળકોનાં શ્રીકૃષ્‍ણ વિશે ખાસ કાર્યક્રમ રાખેલ. આ કાર્યક્રમનો મેનેજમેન્‍ટ કરતા હિતેષભાઈ રાજપરા,ગોકુળભાઈ ગઢેપરીયા ત્‍થા એસ.આર. ગેલાણી ત્‍થા સુતરીયા કૃપાલના નેજા હેઠળ યોજવામાં આવેલ. તેમાં સંપૂર્ણ કારભાર આચાર્ય ચિરાગ દવેનાં હસ્‍તક પાર પાડવામાં આવેલ હોય આ કાર્યક્રમમાં આપણી ભાતીગળ સંસ્‍કૃતિ લગતા રાસગરબા તેમજ આદિવાસી નૃત્‍ય, પીરામીડ, શિવ તાંડવ જેવા નાટક વગેરે કાર્યક્રમમાં યોજવાાં આવેલ. તેના મુખ્‍ય ઉપમા આપણા સાહિત્‍યના લોકલાડીલા હાસ્‍ય જગતના જેનો એકડો છે એવા સાયરામ દવે હાજર રહૃાા હતા તેમજ નામી અનામી પત્રકારો તેમજ આગેવાનો કાર્યકર્તાઓ તેમજ આ વિસ્‍તારનાં ધારાસભ્‍ય અંબરીષભા ડેર તેમજ મુખ્‍ય મહેમાનો સાથે તમામ વાલીગણો ઉપસ્‍થિત રહૃાા હતા. તમામ વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.

error: Content is protected !!