Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

રાજકીય પક્ષો પાસે દેશના ‘‘બિચારા” મતદારોની અપેક્ષા

અમારી મહેનતથી કમાયેલ રોટલો અમે સુખ-શાંતિથી ખાઈ શકીએ એવી શાસન વ્‍યવસ્‍થા આપો

રાજકીય પક્ષો પાસે દેશના ‘‘બિચારા” મતદારોની અપેક્ષા

બેરોજગાર યુવાનોને રોજગારી અને ખેડૂતોને વીજળી, પાણી અને પોષણક્ષમ ભાવો કયારે આપવામાં આવશે તેનો જવાબ આપો

અમરેલી, તા. ર6

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને રાજકીય પક્ષો મતદારોને        હથેળીમાં ચાંદ બતાવી રહૃાાં છે અને અવનવી યોજનાઓની જાહેરાતકરવામાં આવી રહી છે. પરંતુ રાજકીય પક્ષો મતદારોની અપેક્ષા જાણવાની કેમ દરકાર કરતાં નથી તેવો પ્રશ્‍ન મતદારોમાંથી ઉભો થયો છે.

દેશનાં મતદારો અપેક્ષા રાખે છે કે, અમારી મહેનતથી કમાયેલ રોટલો અમે સુખ-શાંતિથી ખાઈ શકીએ એવી શાસન વ્‍યવસ્‍થા આપો, ભ્રષ્‍ટ અધિકારીઓ હડકાયા કુતરાની જેમ અમને કનડે નહી તેવો તેમના પર દાબ રાખો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ પ-10 વર્ષમાં ધનનાં ઢગલામાં      આળોટતા થઈ જાય છે તેનું કારણ જણાવો, સારૂ અને સસ્‍તુ શિક્ષણ, આરોગ્‍ય સેવા આપો અને બેરોજગાર યુવાનોને રોજગારી અને ખેડૂતોને વીજળી, પાણી અને પોષણક્ષમ ભાવો આપો તેવી અપેક્ષા મતદારો રાખી રહૃાાં છે.

error: Content is protected !!