Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીની કોમર્સ કોલેજમાં પરીક્ષાર્થીને શુભેચ્‍છા અપાઈ

અમરેલી જિલ્‍લાની વાણિજય શાખાની કો-એજયુકેશનની સુવિદ્યા આપની કોલેજ એમ.ડી.સિતાપરા કોમર્સ કોલેજમાં દર વર્ષની પરંપરાની જેમ ચાલુ સાલે પ્રારંભ થયેલ એસ.વાયબી.કોમ.ની પરિક્ષાનો પ્રારંભ થતા સિનિયર પ્રાઘ્‍યાપક તથા ડાયનેમિક ગૃ્રપના પ્રમુખ હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ તથા લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી અને પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદભાઈ ધાનાણીની અઘ્‍યક્ષતામા શુભેચ્‍છા સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખકાંતીભાઈ વઘાસિયા, ગણેશ કન્‍સ્‍ટ્રકશનના માલિક હિરેન બાંભરોલીયા મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહયા હતા. આ તકે તમામ વિદ્યાર્થીઓને ગુલાબના ફુલ તથા ચોકલેટ આપીને પરીક્ષામાં જવલંત સફળતા માટે શુભેચ્‍છા અપાઈ હતી. મુખ્‍ય મહેમાન પદેથી પરિવર્તન ટ્રસ્‍ટના પ્રમુખ શરદભાઈ ધાનાણી તથા ડાયનેમિક ગૃપ, અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશી ઈન્‍ચાર્જ પ્રિ.ડો. એસ.પી.સીતાપરા વિગેરેએ વિદ્યાર્થીઓને શાબ્‍દિક શુભેચ્‍છા આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે કોલેજના એમ.ડી. વિવેક પટેલ તથા મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રીમતિ વનિતાબેન બી. સિતાપરાએ વિદ્યાર્થીઓને ટેલિફોનિક શુભેચ્‍છા આપી હતી. સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે કોલેજના ઈ.પ્રિ.ડો. એસ.પી. સિતાપરાના માર્ગદર્શન હેઠળ કલાર્ક અનવરભાઈ ઝુણેજાએ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!