Amreli Express

Daily News Papers

સમાચાર

સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિનાંઅમુક સદસ્‍યોએ ના.કા.ઈ.ને પત્ર પાઠવ્‍યો

ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી પણ ન અપાતું હોવાનો આક્ષેપ

ધાતરવડી જળાશયની કેનાલ બનાવવામાં દે ધનાધન

સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિનાંઅમુક સદસ્‍યોએ ના.કા.ઈ.ને પત્ર પાઠવ્‍યો

રાજુલા, તા. રપ

રાજુલાનાં ધાતરવડી             જળાશયની કેનાલ બનાવવામાં દે ધનાધન કરવામાં આવતી હોવાનો આક્ષેપ સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિનાં સદસ્‍યોએ જ કરતાં મામલો ગંભીર બન્‍યો છે.

સમિતિનાં સદસ્‍યોએ નાયબ કાર્યપાલક ઈજનેરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, સરકાર ઘ્‍વારા ધાતરવડી સિંચાઈ યોજનામાં બધી કેનાલ પાકી કરવાની મંજુરી મળેલ છે. આ યોજના કેનાલ પાકીનું કામ પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ મુજબ કરવું, રેતી જે હાલ કેનાલ સાઈડમાં છે તે માટીવાળી રેતી છે તેમજ પાકી કેનાલ કરેલ છે તે કામ નબળુ છે. તો આ કામ નબળુ થતું હોય જે સલાહકાર બોર્ડ આ કામ ચલાવી લેશે નહી અને કામના પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ દરેક સલાહકાર બોડીનાં સભ્‍યને આપવું તેમજ જે વિસ્‍તારમાં કેનાલ પાકી કરવામાં આવે તે વિસ્‍તારના સલાહકાર બોડીનાં સભ્‍યને વિશ્‍વાસમાં લેવામાં આવે અને જાણ કરવામાં આવે. ખેડૂતોના ખેતરોને નુકશાન ન થાય તે ઘ્‍યાન રાખી આ અંગે કામ કરવા સલાહકાર બોડી આપને અનુરોધ કરે છે.

વધુમાં જણાવેલ છે કે, ઘણા છેવાડાના ગામ છે ત્‍યાં બેથી ત્રણ પાણ મળેલ છે તેમજ ઘઉં, બાજરી જેવા પાક નિષ્‍ફળ જવાના આરે છે. સ્‍થળ તપાસ કરી પછી જ નિર્ણય કરવાથી અમોએ 8 પાણના પૈસા ભરેલ પરંતુ અમને ત્રણ પાણ જખેડૂતોએ એડવાન્‍સ પૈસા ભરી પછી પાણી આપે છે. તો માત્ર ત્રણ પાણ મળેલ છે તો ખેડૂતોને હાલ પાણની ખાસ જરૂર છે. તો અમોને ડેમમાં હાલ પાણી હોવા છતાં પાણી આપવામાં આવતું નથી. તો તાત્‍કાલીક પાણી છોડવા અને અમારા પાકને બચાવવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!