Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

ધારીનાં પ્રેમપરાનાં યુવકે પ્રેમીકાનાં પિતા અને મામાની ધમકીથી આત્‍મહત્‍યા કરી લીધી

ગામની યુવતી સાથેનો પ્રેમ મુશ્‍કેલી લઈ આવ્‍યો

ધારીનાં પ્રેમપરાનાં યુવકે પ્રેમીકાનાં પિતા અને મામાની ધમકીથી આત્‍મહત્‍યા કરી લીધી

મૃતક યુવકનાં ભાઈએ ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ

અમરેલી, તા. રપ

ધારી નજીક આવેલ પ્રેમપરામાં રહેતાં એક ર3 વર્ષિય યુવકને તે જ ગામે રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ થઈ જતાં અને આ અંગે યુવતિના પિતા સહિતનાં લોકોને જાણ થઈ જતાં યુવતિના પિતા તથા સગા સંબંધીએ યુવકને ગામ છોડી જતાં રહેવાનું જણાવી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવકને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતાં યુવકનું મોત થતાં આ અંગે યુવકને મરી જવા મજબુર કરવા અંગેની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ધારી નજીક આવેલ અને પ્રેમપરા વિસ્‍તારમાં રહેતાં હરેશ લખુભાઈ માધડ નામનાં ર3 વર્ષિય યુવકને નબાપરા વિસ્‍તારમાં રહેતાં વિપુલભાઈ ભીખાભાઈ ચાવડાની પુત્રી સાથે પ્રેમસંબંધ હોય અને આ પ્રેમસંબંધની જાણ થતાં વિપુલભાઈ તથા તેમનાભાઈઓ તથા યુવતિના મામા મહેશભાઈ અમરાભાઈ દાફડાએ યુવકને અવારનવાર ધાકધમકી આપી કે તું ધારી ગામ મુકીને જતો રહે નહીં તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખવા ધમકી આપતા હોય, જેથી આ યુવકને લાગી આવતાં યુવકે શનિવારે રાત્રે પોતાના ઘરે જઈ ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રથમ ધારી, વધુ સારવાર માટે અમરેલી અને ત્‍યાંથી રાજકોટ દવાખાને ખસેડાતા પરંતુ રસ્‍તામાં જ હરેશભાઈનું મોત નિપજતાં આ અંગે મૃતક યુવકનાં ભાઈ મનુભાઈ લખુભાઈ માધડે વિપુલભાઈ તથા તેમના બે ભાઈઓ તથા મહેશભાઈ સામે ધારી પોલીસમાં મરી જવા મજબુર            કરવા સબબની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!