Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

બાબરામાં આગામી 14 એપ્રિલનાં રોજ સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ સમાજ દ્વારા સમૂહ શાદી યોજાશે

બાબરામાં આગામી 14 એપ્રિલના રોજ સમસ્‍તસુન્‍ની મુસ્‍લિમ સમાજ દ્વારા ભવ્‍ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું છે. સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ સમાજ દ્વારા આયોજિત આ ભવ્‍ય સમૂહ લગ્નમાં મુસ્‍લિમ સમાજનાં ર1 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. શહેરના કરિયાણા રોડ પર આવેલ હજરત ભંગડશાવલી દરગાહ શરીફના સાનિઘ્‍યમાં યોજાશે. ત્‍યારે આ સમૂહલગ્નમાં ભાગ લેનાર તમામ દીકરીઓને સમૂહલગ્નના દાતાઓ દ્વારા આજે કરિયાવર અર્પણ કરવામાં આવ્‍યો હતો. આ તકે સમૂહલગ્નના દાતા અને મુસ્‍લિમ સમાજના અગ્રણી સતારભાઈ સૈયદ, રહીમભાઈ અજમેરી, યુનુસભાઈ ગોગદા, સલીમભાઈ ઓઠા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!