Amreli Express

Daily News Papers

સમાચાર

આનંદો : શેડુભાર અને ખીજડીયાને ઉનાળાનાં દિવસોમાં પીવાના પાણી માટે ટેન્‍કરની વ્‍યવસ્‍થા

આચાર સંહિતાને લીધે પાઈપલાઈનનું કામ થઈ શકે તેમ ન હોવાથી

આનંદો : શેડુભાર અને ખીજડીયાને ઉનાળાનાં દિવસોમાં પીવાના પાણી માટે ટેન્‍કરની વ્‍યવસ્‍થા

તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ સહિતનાં આગેવાનોએ તંત્રનો આભાર માન્‍યો

અમરેલી, તા.રપ

આજરોજ શેડુભાર અને ખીજડીયાના ગ્રામજનો દ્વારા કલેકટરને રૂબરૂ મળી બંને ગામોને પીવાના પાણીની પડતી મુશ્‍કેલી અંગે રજૂઆત કરેલ. જે અન્‍વયે સરકાર દ્વારા બંને ગામને મહી પરિએજનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા અગાઉની માંગણીઓ ઘ્‍યાનમાં રાખી બંને ગામોની મહી પરિએજની નવી પાઈપ લાઈન મંજૂર થયેલ છે. પરંતુ હાલ આચાર સંહિતાના હિસાબે આ કામ હાલ થઈ શકે તેમ ના હોય ત્‍યારે હાલ તાત્‍કાલિક વ્‍યવસ્‍થા માટે બન્‍ને ગામોને પાણીના ટેન્‍કર પુરા પાડવામાં આવે તેવી કલેકટરે લાગત ઓફિસમાં સૂચનાઆપીને વ્‍યવસ્‍થા કરેલ. જે બદલ માન્‍ય કલેકટરનો આભાર માનેલ છે. ઉપરોકત રજૂઆત કરવા બન્‍ને ગામના આગેવાનો, ઉપપ્રમુખ, તાલુકા પંચાયત અમરેલી રમેશ કોટડીયા, જેરામભાઈ નાકરાણી, વિપુલભાઈ પોંકીયા, મહેન્‍દ્રભાઈ બાબરીયા, જયેશભાઈ નાકરાણી, ભરતભાઈ હપાણી, સુરેશભાઈ કનાળા, કરશનભાઈ ગોહીલ, શાંતિભાઈ નાકરાણી, હિતેશભાઈ ભટ્ટ, પુનાભાઈ સખરેલીયા, અશોકભાઈ વૈષ્‍ણવ, સવજીભાઈ ગજેરા, કિશોરભાઈ ગજેરા, કમલેશભાઈ ગોહીલ, નરેન્‍દ્રભાઈ નાકરાણી, ઘનશ્‍યામભાઈ, હરેશભાઈ, પરેશભાઈ, જયસુખભાઈ તેમજ અન્‍ય ગામજનો દ્વારા રજૂઆત કરેલ છે.

error: Content is protected !!