Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

લોકસભા ચૂંટણીમાં વિજયનાં સંકલ્‍પ સાથેઅમરેલીમાં સોમવારે ભાજપ દ્વારા વિજય વિશ્‍વાસ સંમેલન

કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, સાંસદ કાછડીયા, જયંતીભાઈ કવાડીયા સહિતનાં કદાવર આગેવાનો જોડાશે

લોકસભાની ચૂંટણીને હવે એક મહિના જેટલો સમય બાકી હોય રાજકીય ગરમાવો આવ્‍યો

અમરેલી, તા. રર  (ફોટા ઈમેલમાં છે.)

અમરેલી લોકસભા ક્ષેત્રનાં ભાજપના કાર્યકર્તાઓનું વિજય વિશ્‍વાસ સંમેલન ભાજપનાં દિગ્‍ગજ નેતાઓની હાજરીમાં યોજવામાં આવશે. દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસલક્ષી રાજનીતિ અને ભાજપનાં રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ અમિતભાઈ શાહની સંગઠન કુનેહથી ભાજપ આજે વિશ્‍વની સૌથી મોટી પાર્ટી બની છે. તેવા સંજોગોમાં અમરેલી લોકસભા વધુ મજબુતાઈથી જીતી શકાય તે માટે વિજય વિશ્‍વાસ સંમેલન પ્રદેશ ભાજપની સુચનાથી આયોજન કરવામાં આવ્‍યું છે. તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યું છે. તા. રપ મીએ અમરેલી ખાતે બપોરે રઃ30 કલાકે એસ.ટી. ડેપો સામે જીમખાના મેદાનમાં સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં આર.સી. ફળદુ, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, લોકસભા સીટના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, મહુવા વિધાનસભાના ધારાસભ્‍ય આર.સી. મકવાણા, ગારીયાધારવિધાનસભાના ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણી, અમરેલી લોકસભા સીટના ઈન્‍ચાજ વી.વી. વઘાસીયા, પૂર્વ સંદીય સચિવ હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, મનસુખભાઈ ભુવા, વાલજીભાઈ ખોખરીયા, બાલુભાઈ તંતી, સહિત ભાજપનાં આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

વિજય વિશ્‍વાસ સંમેલનમાં બુથ પ્રમુખો, સહકારી આગેવાનો, ચુંટાયેલા પ્રતિનિધીઓ, સંગઠનનાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ઉપસ્‍થિત રહેવા જિલ્‍લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!