Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીનાં મેડી ગામે કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ

અમરેલી તાલુકાના મેડી ગામે જનસંપર્કના ભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા મીટીંગનું આયોજન મેડી ગામે કરેલ હતું. આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષ ભંડેરી, કોંગી અગ્રણી દલસુખભાઈ દુધાત, શરદભાઈ ધાનાણી, તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ અકબરી, તાલુકા પંચાયત સદસ્‍ય ભરતભાઈ હપાણી, દીલુભાઈ ધાધલ, કીર્તીભાઈ ચોડવડીયા, રમેશભઈ કોટડીયા, ગુણવંતભાઈ સાંગાણી,જિલ્‍લા પંચાયત સદસ્‍ય દીનેશભાઈ ભંડેરી, જયેશભાઈ નાકરાણી, શંભુભાઈ ધાનાણી તથા કોંગ્રેસ અગ્રણી વિપુલ પોકીયા, દુદાભગત તથા ગામનાં આગેવાન નંદલાલભાઈ સખરેલીયા, સતીષભાઈ, લલીતભાઈ, વિઠ્ઠલભાઈ, દેવરાજભાઈ, સરપંચ પરેશભાઈ, હરેશભાઈ, વગેરે ગ્રામજનો હાજર રહૃાા હતા. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી દલસુખભાઈ દુધાતે સમગ્ર ગ્રામજનોને આગામી લોકસભાની ચુંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જંગી લીડ મેડી ગામ માંથી મળે તેવી ગ્રામજનોને હાંકલ કરી હતી, તદ ઉપરાંત તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યકર્તાઓને બુથ લેવલ સુધીનું મતદાન કોંગ્રેસ તરફેણમાં થાય તેવી ગ્રામજનોને અપીલ કરી હતી. અમરેલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી અમરેલી તાલુકાના ગામડાઓ ખુંદીને ગામડાના લોકોને તથા યુવાનોને જાગૃત કીને અમરેલી લોકસભા ર019ની અમરેલીની સીટ કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહૃાા છે.

error: Content is protected !!