Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો

અમરેલીની રૂપાયતન શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પારંપારિક ઘડતરમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. આ હેતુને ઘ્‍યાનમાં રાખીને સ્‍વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત એન.ડી. સંઘવી રૂપાયતન પ્રાથમિક શાળા (મણીનગર વિભાગ) તથા ડી.કે. કામદાર રૂપાયતન પ્રાથમિક શાળા (ચોરાપા વિભાગ)ના સંયુકત ઉપક્રમે ‘કિલ્‍લોલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તા.17/3ને રવિવારના રોજ સાંજના 6:30 કલાકે આયોજિત આકાર્યક્રમમાં બાળકોએ અભિનય ગીતો, દેશભકિત ગીતો, ગરબા વગેરે રજૂ કર્યા હતા. શાળાના વિશિષ્‍ટ પ્રતિભાશાળી બાળકોને મોમેન્‍ટો આપી પ્રોત્‍સાહિત કરાયા હતા. ઉત્‍સાહપૂર્વક ઉજવાયેલા આ કાર્યક્રમમાં રવજીભાઈ કાચા, બોબીભાઈ રઈસ, ભારતીબેન ગોહિલ તથા વાલીઓ અને આમંત્રિતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. આચાર્યા મિનાક્ષીબેન ઠાકર, સીમાબેન મહેતા, ભટ્ટીભાઈ તથા બન્‍ને વિભાગના શિક્ષક ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

error: Content is protected !!