Amreli Express

Daily News Papers

સમાચાર

સારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ

ફાગણ મહિનાના પવિત્ર તહેવાર હોળીનો સનાતન ધર્મમાં અનેરો મહિમાં છે. રંગ અને પ્રેમના આ ઉત્‍સવને સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં ફુલદોલ કે પુષ્‍પદોલોત્‍સવ તરીકે ઓળખવમાં આવે છે. ભગવાન સ્‍વામિનારાયણે આજથી સવા બસો વર્ષે પુર્વ શરૂ કરેલ આ પુષ્‍પ દોલોત્‍સવને આજે પણ તેઓના અખંડ ધારક ગુણાતીત સત્‍પુરૂષ દ્વારા સારંગપુરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સારંગપુરના આંગણે પુષ્‍પદોલોત્‍સવની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. વિશ્‍વના પાંચેય ખંડોથી હરિભકતોનો પ્રવાહ, સારંગપુર ભણી વળી રહયો છે. બી.એ.પી.એસ. સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામી મહારાજ પણ બે દિવસ પુર્વે સ્‍વયંસેવકોના ઉત્‍સાહમાં વધારો કરવા સારંગપુરમાં પધારી ચુકયા છે. તેઓના સાંનિઘ્‍યમાં સારંગપુર ખાતે નિત નવા કાર્યક્રમો થઈ રહયા છે. ગઈકાલે ફાગણી પુનમના પવિત્ર દિને વહેલી સવારે તેઓએ પુજાદર્શન અને આશીર્વચનનો લાભ આપ્‍યો હતો. ત્‍યારબાદ સવારે9 વાગે ભગતજી મહારાજ જન્‍મોત્‍સવની મુખ્‍ય સભા, સાંજે 4:30 વાગે મહંત સ્‍વામી મહારાજના દિવ્‍ય ગુણોને વર્ણવતી વિશિષ્‍ટ સભા અને રાત્રે 8:30 વાગ્‍યાથી સંગીતજ્ઞ સંતો – ભકતોએ કીર્તન આરાધના દ્વારા સભાને રંજન કરી દીધી હતી. આ મહોત્‍સવને સફળ બનાવવા હજારો સ્‍વયંસેવકો અને સંતો છેલ્‍લા ચાર અઠવાડિયાથી દિવસ રાત તનતોડ પરિશ્રમ કરી રહયા છે. બાંધકામ, ડેકોરેશન, રસોડું, ઈલેકિટ્રક – પાણી, સ્‍વછતા, મેડીકલ, સલામતી, પ્રેસ આદિ 30 વિવિધ સેવાવિભાગોની રચના કરવામાં આવી છે. જેમાં 10 હજાર જેટલા ભાઈઓ-બહેનો સ્‍વયંસેવકરૂપે જોડાયા છે. મહોત્‍સવમાં પધારનાર દુરસુદૂરના હરિભકતોની સંપુર્ણ વ્‍યવસ્‍થા સચવાય તે માટે ઉતારા, ભોજન અને સલામતી વગેરેનું સુવ્‍યવસ્‍થિત આયોજન કરવામાં આવ્‍યું છે. 10 લાખ ચોરસ ફુટ મેદાનમાં સભાવ્‍યવસ્‍થા અને 17 લાખ ચેરસ ફુટ મેદાનમાં વાહનોના પાર્કિંગનું માઈક્રો પ્‍લાનિંગ કરવામાં આવ્‍યું છે. હરિભકતોના ભોજન પ્રસાદ માટે ગરમા ગરમ સ્‍વામિનારાયણ ખીચડી અને ખજુર – ધાણીના ફગવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ભાવિકોના સ્‍વાસ્‍થ્‍યને લક્ષ્યમાં રાખી સુંદર મેડીકલ સુવિદ્યા અને ઈમરજન્‍સી સારવારની પણ ગોઠવણ કરાઈ છે. સૌને યોગ્‍ય માહિતી આપતા ઠેર-ઠેર પુછપરછ કેન્‍દ્રો પણ શરૂ છે. મહોત્‍સવના મુખ્‍ય આકર્ષરૂપ એવો 100 ફુટ લાંબો, 40 ફુટપહોળો ભવ્‍ય અને કલાત્‍મક સભામંચ રચવામાં આવ્‍યો છે. આ વર્ષે આ ઉત્‍સવની મુખ્‍ય વિશેષતા તો એ છે કે આ ઉત્‍સવ પાણીના ઉપયોગ વગર ઉજવવામાં આવશે. આ વર્ષે વરસાદની ખેંચને લઈને પાણીની અછત જણાતા પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે મહોત્‍સવના આયોજકોને લોકહિતાર્થે પાણીની બચત કરવા માટે જણાવ્‍યું હતું. એટલે તેના વિકલ્‍પરૂપે ફુલો કી હોલી એટલે કે ભગવાનના પ્રસાદીભૂત ફુલોના છટકાંવ ઉપર તેઓએ મંજુરીની મહોર મારી હતી. માટે આ વર્ષે પધારનાર સંતો-ભકતોને પાણીથી નહી પણ પ્રસાદીભૂત પુષ્‍પ પાંખડીઓથી ભકિતભીના થવાનો લાભ મળશે. આજે ધુળેટીના દિવસે સારંગપુર મંદિરમં સવારે શાસ્‍ત્રોકત મહાપુજા થશે. પ.પૂ. મહંતસ્‍વામી મહારાજના નિત્‍યપુજા દર્શનનો લાભ મળશે. અને સાંજે પોણા પાંચ વાગ્‍યાથી મંદિર પરિસર પાસે આવેલ વિશાળ ફુલદોલ ગ્રાઉન્‍ડમાં પુષ્‍પદોલોત્‍સવનો અનેરો            લાભ મળશે.

error: Content is protected !!