Amreli Express

Daily News Papers

સમાચાર

જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ

આનંદો : અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોની પાકવીમાની રકમ મંજુર

જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાંથી ધિરાણ મેળવનાર ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમજમા થઈ રકમ

31 માર્ચ સુધીમાં ધિરાણ ખાતામાં રકમ ભરવાની મુદ્‌તમાં 3 મહિનાનો વધારો કરાયો

બેન્‍કનાં ચેરમેન દિલીપ સંઘાણીનાં નિર્ણયથી જિલ્‍લાભરનાં ખેડૂતો ખુશખુશાલ

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કનાં બોર્ડ ઓફ ડીરેકટર્સની આજે મળેલ બેઠકમાં ખેડૂતોનાં હિતમાં ઈતિહાસિક નિર્ણયો કર્યા હતા. આ ઉપરાંત સને ર018-19નાં વર્ષનો એટલે કે ચાલું વર્ષનો મગફળીનાં પાકનો પાકવીમો પણ ખેડૂતનાં ખાતામાં જમા કરાવી દેતા ખેડૂત સમાજને માર્ચના અંતમાં બેન્‍કના પૈસા ભરવા માટે થઈ રાહત મળી છે. આ ઉપરાંત બેન્‍ક ઘ્‍વારા 31 માર્ચ સુધીમાં ધીરાણ ખાતામાં રકમ ભરપાઈ કરવાની જે મુદત હતી તેમાં પણ 3 માસ સુધીનો વધારાનો સમય આપવા પણ બેન્‍કના બોર્ડ ઓફ ડીરેકટર્સ ઘ્‍વારા ઠરાવવામાં આવતાં ખેડૂતો માટે થઈ દિવાળી જેવો દિવસ મનાઈ રહૃાો છે.

આ અંગે માહિતી આપતા જિલ્‍લા બેન્‍કનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું હતું કે, 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલ ધીરાણ ભરપાઈ કરવી પડતી હતી જેનાં કારણે ખેડૂતોને બહારથી અથવા તો ખાનગી પાર્ટી પાસેથી ઉંચા વ્‍યાજે પૈસા લેવા પડતાં હોય તે ખેડૂતો માટેમુશ્‍કેલીઓ સમાન હતી તે મુશ્‍કેલીનો અંત લાવવા હવે 30 જૂન સુધીની મુદતમાં ભરપાઈ કરવા માટે બેન્‍કે ઠરાવ્‍યું છે.

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક મારફત પ્રિમીયમ ભરાયેલા ખેડૂતોનાં મંજુર થયેલ ખરીફ સને ર018-19નાં વર્ષના એટલે કે ચાલું વર્ષનાં મગફળીનાં પાકવીમા કલેઈમની રકમ રૂા. 147 કરોડ સરકારમાંથી આવી જતાં આ તમામ રકમ ખેડૂતનાં ખાતામાં જમા કરાવી દેવામાં આવી હોવાનું પણ દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું હતું.

કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા પશુપાલન અને મત્‍સ્‍ય ઉદ્યોગને પણ કેસીસી પ્રમાણે ગણવા માટે નિર્ણય કરતાં આ વ્‍યવસાય સાથે સંકળાયેલા લોકોને હવે બેન્‍ક ઘ્‍વારા શૂન્‍ય ટકાનાં દરે ધીરાણ આપવા માટે બેન્‍કનાં બોર્ડે નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત કેન્‍દ્રની સરકાર ઘ્‍વારા બજેટમાં કરાયેલ નિર્ણય મુજબ કિસાન સન્‍માન યોજના તળે વાર્ષિક રૂા. 6 હજાર નાના અને સિમાંત ખેડૂતોને ત્રણ હપ્‍તે આપવાની યોજના અમલમાં મુકી છે. તે પ્રમાણે અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક મારફત રૂા. ર હજારનો પ્રથમ હપ્‍તો ખેડૂતોને જમા આપવામાં આવ્‍યો છે. જેમાં કુલ 17438 ખેડૂતોનાં રૂા. 3.49 કરોડ પણ ખેડૂતોને જમા આપી દેવામાં આવ્‍યા હતા તેમ દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું હતું.

આ ઉપરાંત કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા શ્રમયોગી માનધન યોજના હેઠળ દર માસે રૂા.100નું પ્રિમીયમ ભરનાર ખેતમજુર અને શ્રમજીવીઓ માટે પ્રતિમાસ રૂા. 3 હજાર પેન્‍શન આપવાની યોજના પણ શરૂ કરવા માટે બેન્‍કે નિર્ણય કર્યો છે.

આ બોર્ડ મિટીંગમાં અમર ડેરીનાં વીમા યોજના તળે ત્રંબોડા ગામનાં ચીમનભાઈનું અવસાન થતાં તેમના પત્‍નિ ચંપાબેનને વીમા યોજના તળે રૂા. ર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્‍યો હતો.

તાજેતરમાં નાબોર્ડ તરફથી ગત તા. ર7 ફેબ્રુઆરીનાં રોજ મુખ્‍યમંત્રીનાં હસ્‍તે બેન્‍કને આપવામાં આવેલ એવોર્ડ સાથે બેન્‍ક કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ દરેકને રૂા. પ01નું રોકડ ઈનામ આપવામાં આવ્‍યું હતું. બેન્‍ક કર્મીઓને મળેલ રોકડ રકમ તમામ કર્મીઓએ મહિલા વિકાસ મંડળનાં ફંડમાં જમા કરાવી દઈ ઉદારતાં દાખવી હતી.

error: Content is protected !!