Amreli Express

Daily News Papers

સમાચાર

ખળભળાટ : સાવરકુંડલામાં કોંગ્રેસનાં ઘરમાં આગ લાગી : જિલ્‍લા પંચાયતનાં ર સદસ્‍યો સહિત ર00 કાર્યકરોનાં રાજીનામા

તાલુકા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને માર્કેટયાર્ડનાં ચેરમેન દીપક માલાણીને સસ્‍પેન્‍ડ કરાતા આફટર શોક

લોકસભાની ચૂંટણી નજીકમાં જ હોય કોંગ્રેસ પક્ષ માટે માઠા સમાચાર આવ્‍યા

સાવરકુંડલા, તા. 18

નેતા વિપક્ષ ગુજરાત વિધાન સભાના વિસ્‍તાર અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષની સાડાસાતી બેઠી હોય તેમ રોજ સવાર પડેને કોંગ્રેસ સામે એક નવો પડકાર ઉભો થાય છે. હમણાં પક્ષમાંથી કોઈ ધારાસભ્‍યએ રાજીનામું નથી આપ્‍યું. તો પોતાના હોમ ગ્રાઉન્‍ડ અમરેલી જિલ્‍લામાંથી આજે ર00 જેટલા કાર્યકરો, આગેવાનોએ સામુહીક રાજીનામાં આપેલ છે. જેમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખો જેવા સીનીયર્સ, જિલ્‍લા પંચાયત સદસ્‍યો, પુર્વ સદસ્‍યો, તાલુકા પંચાયતના સદસ્‍યો, પુર્વ સદસ્‍યો, નગરપાલીકાના કાઉન્‍સીલરો, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., મહિલા કોંગ્રેસ, સેવાદય જેવા ફ્રન્‍ટલ જવાબદાર હોદેદારો સહિત ર00 જેટલા કાર્યકરો, આગેવાનોએ દિપક માલાણીના સસ્‍પેન્‍શનમાં રાજીનામાં આપેલ છે. જિલ્‍લામાં સાવરકુંડલાથી શરૂ થયેલ રાજીનામાંનો સીલસીલો આજથી સમગ્ર જિલ્‍લામાં શરૂ રહેશે. હજી પણ અનેક કાર્યકરો, હોદેદારો રાજીનામાંથી પ્રક્રીયા વણથંભી ચાલુ રહેશે અનેરાજીનામાં આપશે.

સાવરકુંડલા તાલુકામાં યોજાયેલ આજના આ કાર્યક્રમની નોંધપાત્ર કે ઉલટી ગંગાની કહેવત જેવી હકીકત એ હતી કે અમરેલી જિલ્‍લાના સીનીયર કોંગ્રેસી કાર્યકર દિપકભાઈ માલાણીને તા.10/3/ર019ના રોજ પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરવાની જાહેરાત જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખએ આપેલ. જેનો આચકો સૌ સનિષ્ઠ અને સજજન કાર્યકરોએ અનુભવ્‍યો અને ત્‍યારથી આ બાબતે કંઈક કરવું જોઈએ તેવી લોકલાગણી ઉભી થયેલ. એટલે માલાણીના સમર્થકોએ આ સસ્‍પેન્‍શનની ઉજવણી સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ગામે શ્રી ખોડીયાર મંદિર ધામમાં થાળ કરી વિરોધ વ્‍યકત કરવાનો આશ્‍વર્ય જનક કાર્યક્રમ આયોજન કરેલ. આ આયોજનકોએ દિપકભાઈ માલાણીને કોંગ્રેસમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. તેની ઉજવણીનો થાળ અમૃતવેલ મંદિરે રાખેલ છે. તેમાં પ્રસાદ લેવા પધારશોભહ સંદોશો આપી આમંત્રણ પાઠવેલા. જેમા જિલ્‍લામાં અસલ ભા.રા.કોંગ્રેસ વખતના પીઠ સક્રીય કોંગ્રેસ અગ્રણીઓ બી.એન.પટેલ, સાવરકુંડલા નગરપાલિકાના પુર્વ પ્રમુખ, ભરતભાઈ જેબલીયા, જિ.પં.પુર્વ સદસ્‍ય પીઢ કોંગ્રેસી આગેવાન અને માર્કેટ યાર્ડના ડીરેકટર જસુભાઈ ખુમાણ, પીઢ લધુમતી કોંગ્રેસ અગ્રણી અબ્‍દુલભાઈ દલ, ભાયલાલભાઈ સાવલીયા, સહીત રાજુલા નગરપાલિકા પ્રમુખના પ્રતિનીધી બાલાભાઈ વાણીયા, તથા ઉપપ્રમુખ છત્રજીતભાઈધાખડા, દીપભાઈ ધાખડા સહિત પદાધિકારીઓ, અગ્રણીઓ, અમરેલી જિલ્‍લા પં. સિંચાઈ સમિતિના ચેરમેન ભરતભાઈ ગીડા, જિ.પં.સદસ્‍ય લાલભાઈ મોર, પુર્વ શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનીધી, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પુર્વ પ્રમુખ અને પંચાયતના પુર્વ પ્રમુખ અરવિંદભાઈ કાછડીયા, તા.પં.સદસ્‍ય દુલાભાઈ ઉકાણી, ભીખુભાઈ રવૈયા, આહીર સમાજ પ્રમુખ અને સહકારી આગેવાન દેવાતભાઈ બલદાણીયા, તાલુકા એન.એસ.યુ.આઈ. પ્રમુખ ભરતભાઈ ગીડા, જિલ્‍લા યુવક કોંગ્રેસ મંત્રી ભગીરથભાઈ, દિલીપભાઈ સોઢા, વેપારી અગ્રણીઓ અને માર્કેટયાર્ડના ડીરેકટર ભીખાલાલ આકોલીયા, અશ્‍વિનભાઈ માલાણી, ઘનશ્‍યામભાઈ પટેલ, હરેશભાઈ મશરૂ, દુર્લભજીભાઈ કોઠીયા, ભનુભાઈ જયાણી, ધીરૂભાઈ વોરા, હીમતભાઈ ગુર્જર, ચેતનભાઈ માલાણી, હીમતભાઈ વેકરીયા, તથા તાલુકાના સરપંચઓ કાળુભાઈ પટગીર, શીવરાજભાઈ મૈત્રા, ભગવાનભાઈ, બાબુભાઈ માલાણી, હકાભાઈ, બાબુભાઈ, હર્ષદભાઈ મુંજપરા, ભનુભાઈ, રમેશભાઈ શેલડીયા, અરશીભાઈ શ્‍યોરા અગ્રણી ચંદુબાપુ અગ્રાવત, માવજીભાઈ વેકરીયા, નાથાભાઈ જોગરાણા, સામતભાઈ સાંઢસુર, રાજુલા થી બાલુભાઈ આહીર, આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

આ પ્રસંગે થયેલ વકતવ્‍યોમાં અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ જે રીતે ચાલે છે તે એક પેઢી કે કંપનીનીજેમ ચાલતુ હોવાનું અને કોંગ્રેસને નામે પક્ષ માટે કામ કરવું એટલે બે પરિવારના લાભાર્થે અને તેની સગવડતા માટે જ કરવા તુલ્‍ય છે. જેવો સર્વસામાન્‍ય સુર આવેલ. સાથે મુળ ભા.રા. કોંગ્રેસના ઉદેશો, મુલ્‍યો કે કોઈ નીતી અમરેલી જિલ્‍લા કોંગ્રેસમાં રહી નથી. પણ માત્ર બે પરિવાર માટે તેની સગવડતા માટે અને તેન થકી ચાલતી એક પેઢી કે સંગઠન બની ગઈ છે. જેના અનેક પ્રસંગો અને દ્રષ્‍ટાંતો વકતાઓએ ટાંકીને વિગતો જણાવેલ. અને દિપકભાઈ જેવા સનિષ્ઠ, નિષ્‍કલંક કાર્યકર કે જેમણે પક્ષ્ માટે આજસુધીની રાજકીય કારકિર્દીના અમુલ્‍ય યુવાનીના વર્ષો વિરોધપક્ષના કાર્યકર તરીકે પક્ષપલ્‍ટા વિના અર્પણ કરેલ છે. અને સાવરકુંડલામાં તેણે અને તેની ટીમે કોંગ્રેસ મજબુત બનાવી છે. સરકાર અને શાશકપક્ષ સાથે જબરો સંઘર્ષ કરી, આશ્‍ચર્યજનક વિરોધ પ્રદર્ષીત કરતા અનેક કાર્યક્રમો આપેલ છે. સમગ્ર કારકિર્દી દરમ્‍યાન પોતાને વ્‍યકિતગત કે પક્ષને ડાગ લાગે તેવું કૃત્‍ય કરેલ નથી. કોઈ આંગળી ચીંધી ન શકે તેવા નખશીખ કોંગ્રેસમેન કે જેઓ આજે પણ નીયમીત રીતે દિવસ-રાત કાર્યકરની ભુમીકામાં કામ કરે છે. તેને સસ્‍પેન્‍ડ કરવાના પગલાની વ્‍યંગાત્‍મક આલોચના અને તીખી પ્રક્રીયાઓ સૌએ વ્‍યકત કરેલ. અને ભભઆ લોકોને પુછવું જોઈએ કે દિપકભાઈનો કયો એવો વાંક છે બતાવો ?ભભએવો સૌનો સર્વસામાન્‍ય સવાલ હતો. અને આ બાબતે સ્‍થાનીક અગ્રણીઓ કાર્યકરોએ કુંવરજીભાઈ બાવળીયા અને જવાહરભાઈ ચાવડાના સમર્થકોની જેમ જ આપણે પણ દિપકભાઈ સાથે કોઈપણ પરિસ્‍થિતીમાં રહેવાનો કોલ આપેલ. સાથે “તમે શું દિપકભાઈને સસ્‍પેન્‍ડ કરતા હતા, અમે તમને સસ્‍પેન્‍ડ કરીએ છીએ” તેવા કોલ સાથે આ સસ્‍પેન્‍શનના પગલાને આફતને બદલે અવસર માની ઉજવણીનો મીજાજ રાખવાનો સંકલ્‍પ કરેલ. કાર્યક્રમ દરમ્‍યાન થયેલ રાજીનામાંના સુચનને માનઆપી સ્‍વીકારી એનેએસ.યુ.આઈ. યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ વિ. ફ્રન્‍ટલ ઓફિસ બેરર્સ અને કોંગ્રેસ પક્ષના સંગઠનના હોદેદારો, પદધિકારીઓ સહીત ઉપસ્‍થિત ર00 જેટલા જવાબદાર હોદેદાર, પદાધિકારીઓ, કાર્યકરોએ સામુહીક રાજીનામા આપેલ. અંતમાં આભાર વિધી કોંગ્રેસના એક સમયના યુવાન કાર્યકર એ.પી. એમ.સી.ના ડાયરેકટર ચેતનભાઈ માલાણીએ કરેલ.

error: Content is protected !!