Amreli Express

Daily News Papers

સમાચાર

લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા

4 વર્ષ કોંગ્રેસપક્ષમાં રહૃાા બાદ અકળામણ શરૂ થતાં

લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા

ભાજપથી કંટાળીને કોંગ્રેસમાં ગયા તો ત્‍યાં તો ભાજપ કરતાંભયાનક જુથવાદ જોવા મળ્‍યો

અમરેલી, તા. 14

અમરેલી જિલ્‍લાનાં લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામનાં વતની અને હાલ સુરત વ્‍યવસાય કરતાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા આખરે ફરીથી ભાજપનો ખેસ પહેરી લઈ પોતાની ઘર વાપસી કરતાં કોંગ્રેસ પક્ષનાં વધુ એક આગેવાન ભાજપમાં ભળી ગયા છે.

પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા સુરત ખાતે વ્‍યવસાય કરે છે. ત્‍યારે તેમના વતન હાથીગઢનાં વતની હોવાના કારણે હનુભાઈ ધોરાજીયાને જિલ્‍લા ભાજપનાં આગેવાનોની ભલામણનાં કારણે સને ર007ની ધારાસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાંથી લાઠી-લીલીયામાંથી ચૂંટાઈ આવ્‍યા હતા.

જયારે સને ર01રની ધારાસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેને નવા સીમાંકન પ્રમાણે લાઠી-બાબરા બેઠક થતાં ભાજપે ટીકીટ આપી ભાજપનાં ઉમેદવાર બનાવ્‍યા હતા પરંતુ સને ર01રની ધારાસભાની ચૂંટણીમાં તે સમયે બાવકુભાઈ ઉંઘાડ સામે હનુભાભાનો પરાજય થવા પામ્‍યો હતો.

બાદમાં હનુભાઈ ધોરાજીયા સને ર013માં ભાજપને અલવીદા કરી કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્‍ય બાવકુભાઈએ રાજીનામું ધરી દેતાં આ બેઠક ખાલી પડતાં સને ર014માં લોકસભાની ચૂંટણી સાથે લાઠી-બાબરા બેઠક ઉપરથી હનુભાઈ ધોરાજીયાએ કોંગ્રેસનાં નિશાન સાથે ધારાસભ્‍યની ચૂંટણીમાં ઝંપલાવ્‍યું હતું. પરંતુત્‍યારે ભાજપનાં બાવકુભાઈ સામે હનુભાઈ ધોરાજીયાને વધુ એક વખત હારનો સામનો કરવો પડયો હતો.

ભાજપ પક્ષમાંથી કોંગ્રસઈમાં આવતાં રાજકીય આગેવાનો કોંગ્રેસનાં કલ્‍ચરમાં ભળી શકતા નથી તેમ છતાં પણ આ હનુભાઈ ધોરાજીયાને સને ર017ની ધારાસભાની કોંગ્રેસે ટીકીટ નહી આપતાં તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ જોવા મળતાં હતા.

ત્‍યારે આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્‍યારે મુળ ભાજપનાં જ પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા કોંગ્રેસમાં આંટો મારી ફરીથી ભાજપમાં આવતાં આ પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયાની ઘરવાપસી થયાનું જાણવા મળી રહૃાું છે.

આમ અમરેલી જિલ્‍લાનાં મોટા રાજકીય આગેવાન અને પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા ભાજપમાં ભળી જતાં કોંગ્રેસના કાંગરા ખેરવવા ભાજપને સફળતા મળી હોવાનું જાણવા મળી રહૃાું છે.

આજે અમદાવાદ ખાતે પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા ભાજપમાં ભળી ગયા હતા.

error: Content is protected !!