Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ

માં ચામુંડાનાં ભકતોની ડેપો મેનેજરને રજૂઆત

સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ

મોટી સંખ્‍યામાં પુનમના દર્શન કરવા જતા દર્શનાર્થીઓને લાભ મળશે

અમરેલી, તા. 9

અમરેલીનાં દીપકભાઈ મહેતા સહિતનાં માતાજીનાં ભકતોએ ડેપો મેનેજરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલીથી ચોટીલા માતાજીના દર્શનાર્થે જવા માટે હાલનાં રૂટમુજબ અમરેલીથી સવારે 7/30 કલાકે (મહુવા-ચોટીલા) ત્‍થા 8/00 કલાકે (રાજુલા-ચોટીલા) એમ બે બસનાં રૂટ ચાલુ છે.

દર પૂનમે આ બન્‍ને બસોમાં ઉપરથી ટ્રાફીક ફૂલ ભરાઈને આવતા સાવરકુંડલા-અમરેલી- ચિતલ- આટકોટ- જસદણ ત્‍થા આ રૂટ ઉપર અન્‍ય આવતા ગામડાઓનાં નાગરીકોને આ બન્‍ને બસમાં ઉભા રહેવાની જગ્‍યા પણ મળતી નથી. દર માસે માતાજીના મંદિરે પૂનમ ભરતા નાગરીકોને, વરિષ્ઠ નાગરીકોને તેમજ ઉંમરલાયક સ્‍ત્રીઓ,બાળકો સાથે પૂનમ ભરવા આવતા બહેનોને 4 થી 4/30 કલાક ઉભા-ઉભા જવાનું થાય છે. આજ રીતે વળતી વખતે પરત આ જ બન્‍નેબસો મહુવા 1ર/30 કલાકે રાજુલા ર/30 કલાકે પરત ફરે છે, જેમાં રીટર્ન આવવામાંપણ આ જ પરિસ્‍થિતિનું નિર્માણ થાય છે.અને દર્શનાર્થીઓને અસહય થાક હોવા છતા સિનિયિર સિટીઝન હોવા છતાં બહેનોને બાળકો સાથે હોવા છતાં 4 થી પ કલાક ઉભા-ઉભા મુસાફરી કરવાની થાય છે. ઉપરાંત બન્‍ને બસો તુરત જ નજીવા સમયમાં ફરતી હોવાથી દર્શનાર્થીઓને રીટર્નમાં ચા-પાણી, જમવાનો પણ સમય રહેતો નથી.

આ પરિસ્‍થિતિનાંઉકેલ માટે અમરેલી-સા.કુંડલાના દર્શનાર્થીઓએ સંયુકત સહીથી એક અરજી સાવરકુંડલા એસ.ટી. મેનેજરને દર પૂનમે સાવરકુંડલા-ચોટીલા બસ શરૂ કરવા અરજી આપેલ છે.

error: Content is protected !!