Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી

બ્રોડગેજ રેલ્‍વેલાઈન છતાં પણ રાજકોટ-અમદાવાદ જવાની સુવિધા નથી

દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી

જિલ્‍લાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં રાજુલા-જાફરાબાદ પંથકને રેલ્‍વેને લગતી સુવિધા મળતી નથી

ગત લોકસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપને ખોબલે ખોબલેમત આપ્‍યા પરંતુ નેતાઓ વચન પાળી ન શકયા

અમરેલી, તા. 9

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા-જાફરાબાદ પંથકને દુનિયાનો છેડો માનવામાં આવે છે અને વિકાસની શરૂઆત છેડાથી થવી જોઈએ અથવા તો દરેક સરકારની ઈચ્‍છા હોય છે કે છેવાડાનાં માનવીને તમામ સુવિધા મળવી જોઈએ.

રાજુલા-જાફરાબાદ પંથકમાં ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ જોવા મળી રહૃાો છે. પિપાાવાવ પોર્ટ, અલ્‍ટ્રાટેક, સિન્‍ટેક્ષ જેવી અનેક કંપનીઓ ધમધમે છે પરંતુ માળખાકીય સુવિધાની ઉણપ જોવા  મળી રહીછે.

રાજુલા-જાફરાબાદ પંથક સુધી ખાનગી કંપનીનાં સહયોગથી બ્રોડગેજ રેલ્‍વે લાઈન તો પહોંચી ગઈ છે. હાલ તો બ્રોડગેજ લાઈન પર માલવાહન ટ્રેનની આવન-જાવન થઈ રહી છે પરંતુ મુસાફર ટ્રેનની ઉણપ જોવા મળી રહી છે.

રાજુલા-જાફરાબાદ પંથકની જનતા છેલ્‍લા ર દાયકાથી સતત ભાજપ સાથે જોડાયેલી છે અને ગત લોકસભાની ચૂંટણીમાં નેરન્‍દ્ર મોદી જેવા વિકાસ દ્રષ્‍ટા નેતાને પ્રધાનમંત્રી બનાવવા માટે ખોબલે-ખોબલે મત આપીને હવે તમામ સુવિધા મળશે તેવી આશામાં રાચતી હતી.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહૃાો હોય હવે આ વિસ્‍તારની જનતા વિકાસનાં ફળ ચાખવા આતુર બની હોય. યુઘ્‍ધનાં ધોરણે બ્રોડગેજ મુસાફર ટ્રેન શરૂ કરવાની માંગ સમગ્ર પંથકમાંથી ઉભી થઈ રહી છે.

error: Content is protected !!