Amreli Express

Daily News Papers

સમાચાર

મુખ્‍યમંત્રીએ ડો. કાનાબારને જાણ કરી : અમરેલીનાં માર્ગો માટે રૂપિયા 10 કરોડ મંજુર

શહેરમાં થયેલ આંદોલનનાં પ્રત્‍યાઘાતરૂપે રાજય સરકારે ખાસ રકમ ફાળવી

શહેરીજનો વિકાસ અર્થે એક થાય અને ઉમદા નેતૃત્‍વ હોય તો ચોકકસ શહેરનો વિકાસથાય

અમરેલી, તા. 7

અમરેલીમાં ભુગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની ગટર તથા અન્‍ય ખોદકામોને કારણે અમરેલીના રસ્‍તાઓની હાલત અતિ બિસ્‍માર બની હતી. યુઘ્‍ધ સમયે બોમ્‍બમારાથી ખેદાનમેદાન થઈ ગયેલ નગર જેવી અમરેલી શહેરની હાલત બની હતી. સતત ઉડતી ધૂળને કારણે અમરેલી ભભધૂળિયા નગરભભ શરમજનક ઉપનામ મળી ચુકયું હતું. શહેરના નાગરિકો, રાહદારીઓ અને વેપારીઓ આ સતત ઉડતી ધૂળને કારણે પરેશાની ભોગવી રહયા હતાં. લોકોમાં તંત્રની લાપરવાહી અને નિર્ભરતા સામે ઉગ્ર આક્રોશ ઉભો થયો હતો. એવા સમયે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્‍ય નાગરિકોએ ભેગા થઈ સુતેલા તંત્રને જગાડવા ડો. કાનાબારના નેતૃત્‍વમાં અભિયાન ચલાવવાનું નકકી થયું જેના ભાગરૂપે શહેરમાં ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો થયા અને શહેરે સ્‍વયંભુ અભૂતપૂર્વ બંધ પાળી વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્‍યું હતું. શહેરના અગ્રગણ્‍ય તબીબો, વેપારીઓ, વકીલો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ તથા વિવિધ સમાજો અને શહેરના આગેવાનોને એક તાંતણે ગુંથી એક બિનપક્ષીય અભિયાનના માઘ્‍યમથી અમરેલીના લોકોની વેદનાને વાચા આપવામાં ડો. કાનાબાર સફળ થયા હતાં. આંદોલન દરમયાન અને આંદોલન બાદ પણ આ અભિયાનના હેતુ-ઈરાદાઓ બાબતમાં, અભિયાન કોની સામે? અને અભિયાનની ફળશ્રુતિશું? એ બાબતમાં જાતજાતના સવાલો કેટલાંક લોકો દ્ધારા ઉઠાવવામાં આવતાં હતાં. એટલું જ નહીં પરંતુ, ડો. કાનાબાર અમરેલી જીલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ

રહી ચુકેલા હોય અને આજે પણ પક્ષમાં સતત સક્રિય હોવાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે તેમણે પોતાના પક્ષની સરકાર સામે જ આંદોલન કર્યુ તેવી ચર્ચાઓ દ્ધારા તેમને પક્ષમાં પણ ભીડવાનો પ્રયાસ થયો પણ ભભલીધેલું કામ પુરૂં કરવાનો સ્‍વભાવભભ ધરાવતાં ડો. કાનાબારે ડગ્‍યા વગર આ માટે વિવિધ સ્‍તરે રજુઆત કરવાનું ચાલું રાખ્‍યું.

1પ દિવસ અગાઉ જીલ્‍લા કલેકટરને પણ અભિયાન સાથે જોડાયેલ આગેવાનોને લઈ રજુઆત કરી હતી જેના અનુસંધાને કલેકટરે નગરપાલિકાને રસ્‍તા બનાવતાં પહેલાં, ગેસ, અન્‍ડરગ્રાઉન્‍ડ ઈલેકટ્રીક કેબલ તથા ભુગર્ભ ગટરના કનેકશનોના કામ પુરા કરવાની તાકીદ કરી હતી. ત્‍યારબાદ ડો. કાનાબારે મુખ્‍યમંત્રીને મળી અમરેલી શહેરને રસ્‍તાઓની મરામત માટે અમરેલીને વિશિષ્‍ટ ગ્રાન્‍ટ આપવાની રજુઆત કરી હતી. પ્રારંભમાં મુખ્‍યમંત્રીએ આવી કોઈ ગ્રાન્‍ટ આપી શકાય નહીં તેવો જવાબ આપેલ. પણ ડો. કાનાબાર પોતાની વાત પર વળગી રહયા અને અંતે મુખ્‍યમંત્રીએ સંમત થઈ આ અંગે વિચારવાની ખાત્રી આપી હતી. ગઈકાલે રાત્રે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડો. કાનાબારને ટેલીફોન કરી 10 કરોડની ગ્રાન્‍ટ મંજુરકર્યાની જાણ કરી હતી.

ગઈકાલે જ અમરેલી નગરપાલિકા દ્ધારા શહેરના મુખ્‍ય રસ્‍તાઓને પેવરના અને વિવિધ સોસાયટીમાં આર.સી.સી. રોડના અંદાજે 6 કરોડ 86 લાખના કામોનું ખાતમુર્હુત કર્યુ હતું. વધારાના આ 10 કરોડની ગ્રાન્‍ટ મંજુર થતાં હવે શહેરના લગભગ 90 % જેટલાં રસ્‍તાઓ પેવર અથવા આર.સી.સી. થઈ શકશે. આમ સર્વપ્રથમવાર અમરેલી શહેરના નાગરિકોએ બતાવેલ જાગૃતિ અને ડો. કાનાબારના કુનેહપૂર્વકના નેતૃત્‍વના સુયોગથી અમરેલી શહેર ભભધુળિયા નગરભભની બદનામીથી બહાર નીકળીને સુવ્‍યવસ્‍થિત અને સુયોજીત નગર રચના ધરાવતું શહેર બની રહે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે.

અમરેલીને આ ગ્રાન્‍ટ અપાવવા બદલ ડો. કાનાબારને અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા, નગરપાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા તથા શહેરના અગ્રગણ્‍ય નાગરિકો, તબીબો, વકીલો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનોએ અભિનંદન આપ્‍યા છે.

error: Content is protected !!