Amreli Express

Daily News Papers

સમાચાર

સમસ્‍ત વઘાસીયા પરિવાર વલારડી ર્ેારા આયોજીત ત્રિવિધ મહોત્‍સવનો ભવ્‍ય શુભારંભ

સમસ્‍ત વઘાસીયા પરિવારનાં સુરાપુરા દાદા પાતાદાદાની પ્રેરણાથી આજરોજસવારે સમસ્‍ત વઘાસીયા પરિવારનાં પરિવારજનો ર્ેારા વલારડી ગામથી પવિત્ર જળની જલયાત્રાની ભવ્‍ય શુભારંભ થયો હતો અને આ જલયાત્રામાં દિકરીઓએ માતાજીના વિવિધ સ્‍વરૂપો ધારણ કર્યા હતા. સમગ્ર પરિવારજનો, યજ્ઞનાં યજમાનો અને ગામજનો જોડાયા હતા અને આ જલયાત્રા દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞના સભામંડપ સુધી પહોંચી હતી અને આ ધર્મ મહોત્‍સવનો પરિવારજનો ર્ેારા દીપપ્રાગટય કરીને શુભારંભ કરાયો હતો. આજે સવારે દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે વ્‍યાસાસને વકતા દિપાલીજી પટેલે શુભારંભ કર્યો. આજના દિવસે વકતાએ દેવીચરિત્રનું જ્ઞાન પીરસતા શ્રોતા અને વકતાના લક્ષણો કેવા હોવા જોઈએ એ વિશે વિસ્‍તૃત ચર્ચા કરેલ હતી અને પરિવારજનોને વ્‍યસનની તિલાંજલી આપવા માટે અનુરોધ કર્યો હતો. દિવ્‍યધામ મંદિરના નિર્માણ માટે પરિવારજનોએ વિવિધ સંકલ્‍પો લીધા. આજથી 1008 સહસ્‍ત્રકુંડી મહાયજ્ઞનો ભવ્‍ય શુભારંભ પ્રધાન આચાર્ય શાસ્‍ત્રી ભાવિકભાઈ વ્‍યાસ તથા બ્રાહ્મણો ર્ેારા શાસ્‍ત્રોકત વિધીથી કરવામાંઆવ્‍યો હતો. આ યજ્ઞ ત્રણ દિવસ સુધી ચાલનારા યજ્ઞમાં હજારો પરિવારજનો યજ્ઞમાં આહુતિ આપશે. આ ધર્મોત્‍સવના પટાંગણમાં બ્‍લડડોનેશન કેમ્‍પ તેમજ સર્વરોગ નિદાન કેમ્‍પનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આજના દિવસે હરેશભાઈ વઘાસીયા, દિનેશભાઈ વઘાસીયા, રાજુભાઈ વઘાસીયા, નીતિનભાઈ વઘાસીયા, વિજયભાઈ વઘાસીયા, સંદીપભાઈ વઘાસીયા, નટુભાઈ કોટક (રાજકોટ), પરષોતમભાઈ વઘાસીયા (રાજકોટ), દિપકભાઈ વઘાસીયા (અમરેલી), શર્મિલાબેન બાંભણીયા (રાજકોટ), રાજુભાઈ વઘાસીયા (એસપીજી, રાજકોટ), અશ્‍વિનભાઈ મોલિયા (રાજકોટ), અશ્‍વિનભાઈવઘાસીયા (માહિતી ખાતું, જૂનાગઢ), મનુભાઈ વઘાસીયા (રાજકોટ), જેન્‍તીભાઈ વઘાસીયા (રાજકોટ) તેમજ પરિવારજનો ઉપસ્‍થિત રહૃાા હતા.

error: Content is protected !!