Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

ખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં

ર0 ગામ પંચાયતનાં સરપંચો પણ ભાજપમાં પ્રવેશ કરે તેવી અટકળો વચ્‍ચે

ખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં

ધારાસભ્‍ય દુધાતની કાર્યશૈલી સામે નારાજ હોવાની ચર્ચાઓ

સાવરકુંડલા, તા.પ

પાકિસ્‍તાન સામે ભારતે કરેલી સર્જીકલ સ્‍ટ્રાઈકની અસરટૂંકા દિવસોમાં અમરેલી જિલ્‍લાના સાવરકુંડલાના કોંગ્રેસના રાજકારણમાં જોવા મળે તેવા સમીકરણો તેજ થઈ ગયા છે. સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયા બાદ સ્‍થાનિક સ્‍વરાજયની જિલ્‍લા પંચાયત અમે તાલુકા પંચાયતના સદસ્‍યોમાં અસંતોષનો લાવારસ ભભૂકી રહયો છે. તેના પરિણામે ટૂંકા દિવસોમાં સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસની ભાંગી પડે તેવા સમીકરણો સાકાર થઈ રહયા છે. હાલ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્‍પષ્‍ટ બહુમતી છે પણ પાંચ કોંગ્રેસી સદસ્‍યો ભાજપનો ખેસ ધારણ કરવાના ચોખટા ગોઠવાઈ ગયા છે. અમરેલી જિલ્‍લા પંચાયતમાં હાલમાં હોદો ધરાવતા કોંગ્રેસ સમિતિના ચેરમેનની રાહબરી નીચે સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્‍જામાંથી ભાજપની બનવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્‍થાનિક ધારાસભ્‍ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્‍ય કક્ષાના સ્‍થાનિક સ્‍વરાજય તાલુકા પંચાયતના સદસ્‍યોમાં ભારે રોષના કારણે એકાદ અઠવાડિયામાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ભંગાવાની શકયતાઓ વધી છે. તો સાવરકુંડલા તાલુકાની ર0 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપનો ખેસ પહેરીને કોંગ્રેસને રામ રામ કરવાના મૂડમાં છે. તો સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ પણ બંધ બારણે ભાજપની ગોઠવણ કરીને મોટો ધડાકો કરવાના મૂડમાં આવી ગયા છે.સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ સભ્‍યોએ સેટીંગ કરીને ર019ની લોકસભાની ચૂંટણી પહેલા સાવરકુંડલા તાલુકા પંચાયત ભાજપમાં વિલીનીકરણ થઈ રહયું છે ને નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં કાંગરા ખરવાનો અઘ્‍યાય આરંભ થઈ ગયો છે. તેવું કોંગ્રેસના જિલ્‍લા પંચાયતના ચાલુ ચેરમેન પણ આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભગવો ખેસ પહેરે તેવા સમીકરણો ગોઠવાઈ ગયા છે.

error: Content is protected !!