સમાચાર

રોષ : બાબરા પંથકમાં પીવાના પાણી અને ઘાસચારાની તંગી

રાજય સરકારે અછતગ્રસ્‍ત જાહેર કર્યા બાદ પણ મદદ કરાતી નથી

રોષ : બાબરા પંથકમાં પીવાના પાણી અને ઘાસચારાની તંગી

સુકળવા, સમઢીયાળા, નાની કુંડળ, ખંભાળા, નિલવડા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભારે મુશ્‍કેલી

ગ્રામ્‍ય વિસ્‍તારમાં મહિલાઓ પીવાનાં પાણી માટે આમથી તેમ ભટકી રહી હોય વ્‍યાપક રોષ

પશુઓ માટે પણ પીવાનાં પાણી કે ઘાસચારાની કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી

બાબરા, તા. 3

બાબરા તાલુકામાં ચોમાસુ નબળુ રહેતા દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે અને રાજય સરકાર ઘ્‍વારા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર પણ કરવામાં આવ્‍યો છે. પણ કોઈજાતની નકકર કાર્યવાહી સ્‍થાનિક તંત્ર ઘ્‍વારા કરવામાં નહિ આવતા ખેડૂતો, માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે. ત્‍યારે ધારાસભ્‍યની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ ઘ્‍વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.

બાબરા તાલુકાનાં સુકળવા, સમઢીયાળા, નાની કુંડળ, ખંભાળા, નિલવડા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સ્‍થાનિક સોર્સ નહિ હોવાના કારણે લોકોને પીવાના પાણીની ભારે મુશ્‍કેલીઓ સર્જાય છે. ત્‍યારે સ્‍થાનિક તંત્ર ઘ્‍વારા તાત્‍કાલિક અસરથી જરૂરીયાત ગામડાઓમાં પીવાના પાણીના ટેન્‍કર શરૂ કરવા તેમજ ગામના અવેડામાં પશુધન માટે પીવાનું પાણી છોડવું જેથી મૂંગાપશુઓને પાણી માટે વલખા ન મારવા પડે. આ સિવાય માલધારીને ઘાસચારાની ખૂબ જ મુશ્‍કેલીઓ પડી રહી છે. ત્‍યારે માલધારીઓને ઘાસચારો ફાળવવામાં આવે તેમજ ખેડૂતોની કિસાન સન્‍માન નિધિ તળે બાકી રહેતી ક્ષતિગ્રસ્‍ત અરજીઓ અંદાજીત 7પ0 જેટલી અરજીનો નિકાલ કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેમજ પાકવીમાની પણ ત્‍વરીત ચુકવણી કરવામાં આવે તેવી માંગ તાલુકા કોંગ્રેસ ઘ્‍વારા રાજયનાં મુખ્‍યમંત્રીને મામલતદાર મારફત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરેલ છે.

આ તકે ઉપસ્‍થિત ધારાસભ્‍ય ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, ચોમાસુ નબળુ જતાં બાબરા તાલુકો દુષ્‍કાળગ્રસ્‍ત બન્‍યો છે જેના કારણે ખેડૂતો, માલધારીઓ અને મૂંગા પશુઓની હાલત કફોડી બની છે. પુરતું પાણી અને ઘાસચારો નહિ મળવાથી તાલુકાના માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી રહી છે. ત્‍યારે રાજય સરકાર ઘ્‍વારા ત્‍વરીત ખેડૂતો અને માલધારીનાં હીતમાં યોગ્‍ય કાર્યવાહી કરવી જોઈએ.

આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ કરકર, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, જિલ્‍લા પંચાયતના સભ્‍ય પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેઠળીયા, બાબુભાઈ કારેટીયા, ડી. પટેલ તેમજ નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્‍યો, સ્‍થાનિકકોંગ્રેસના અગ્રણીઓ, ખેડૂતો અને માલધારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.

error: Content is protected !!