સમાચાર

ધારીનાં ખીસરી ગામે પીવાના પાણીની મુશ્‍કેલી ગામજનો પાણી માટે વલખા મારે છે

આગોતરા આયોજનની કોઈ અસર જોવા મળતી નથી

ધારીનાં ખીસરી ગામે પીવાના પાણીની મુશ્‍કેલી ગામજનો પાણી માટે વલખા મારે છે

રાજકીય આગેવાનો ચુંટણી બાદ ગામજનોને ભુલી ગયા

ખાંભા, તા.3

હાલ ઉનાળાનો બલબળતો તડકોને ઉપરથી પીવાના પાણીની પારાયણ હોય તેવું જોવા મળી રહયું છે. અમરેલી જિલ્‍લાના ગીર પંથકના ધારી તાલુકાના ખીસરી ગામમાં પાણી ન હોવાના કારણે ગામલોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. અને લોકોને વેચાતું પાણી લેતા પણ પાણી મળતું નથી અને ગામમાં એક પાણીનો ટાંકો આવે છે પણ પાણી પુરૂં પડતું નથી. એકમાત્ર બોર આધારિત પીવાના પાણીની વ્‍યવસ્‍થા છે. જે બોરમાં પણ પાણી ખુટી જતા સામે સ્‍થાનિકો બેડાઓ લઈને પાણી માટે ભટકી રહી છે.

અમરેલી જિલ્‍લાના ધારી ગીર પંથકના ખીસરી ગામની ર000 આસપાસની વસ્‍તીમાં ગામની ભાગોળે ગામ પંચાયતનું પાણીનો ટાંકો આવે છે પણ પાણી ગામલોકોને પુરૂં પડતું નથી ગામમાં એક જ ડંકી છે પણ તમે પંદર મિનિટમાં પાણી ખુટી જાય છે. મોટેભાગે આ ડંકી બંધ પડી છે. એકમાત્ર પાણીની ડંકી પર આખું ગામ પાણી ભરવા સવારથી લાઈનો લગાવે છે પાણીની એક એક બુંદ માટે ખીસરી ગામ વાસીઓ તરસી રહયા છે.ત્‍યારે પાણી માટે ભટકતી મહિલાઓ પણ સરકાર સામે રોષિત છે. ચુંટણી સમયે નેતાઓએ પાણી માટે આપેલા વચનો ચુંટણી પત્‍યા બાદ ભુલી ગયા છે. અને મત જોઈતા હોય ત્‍યાં સુધી મોટા વાયદાઓ આપે છે. ત્‍યારે નર્મદાનું પાણી ગામમાં આપવામાં આવતું નથી. અને ત્‍યારે ધારી તાલુકાના અન્‍ય ગામોમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે. તો ખીસરી ગામને કેમ નથી મળતું તેવો લોકોએ વેધક સવાલ કર્યો હતો. ત્‍યારે આગામી સમયે પાણીની વ્‍યવસ્‍થા કરવામાં નહિ આવે તો ગાંધી ચીંઘ્‍યા માર્ગ અપનાવવાની ફરજ પડશેનું ગામલોકોએ જણાવયું હતું ત્‍યારે સ્‍થાનિકો સાથે માલધારીઓ પણ પાણી માટે આવતા પશુઓ પાણી માટે નિશાશા નાખતા જોવા મળ્‍યા હતા.

એક જ બોર પર આખું ગામ આધાર રાખતું હતું તે બોરમાં પણ પાણી ખુટી જતા લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. અવાર-નવાર રજુઆતો તંત્રના બહેરા કાને અથડાઈ છે. પણ પાણી પુરવઠા તંત્ર પણ ઘ્‍યાન આપતું નથી. ત્‍યારે મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે ને હવે ના છુટકે પાણી માટે ઉપવાસ કરવાની ચીમકી પણ ગામલોકોએ ઉચારી હતી. ત્‍યારે ગીર પંથકના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહયો છે.

error: Content is protected !!