Amreli Express

Daily News Papers

સમાચાર

ખાંભાનાં સેવાભાવી અને ભૂખ્‍યાનાં ભેરૂ મનસુખભાઈ ઓઝાનું નિધન

સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો થયો

ખાંભાનાં સેવાભાવી અને ભૂખ્‍યાનાં ભેરૂ મનસુખભાઈ ઓઝાનું નિધન

નિરાધાર, વિકલાંગોની જબ્‍બરી સેવા કરતા હતા

ખાંભા, તા. 3

ખાંભાનાં સેવાભાવી અને ભૂખ્‍યાનાં ભેરૂ મનસુખભાઈ ઓઝાનું અવસાન થતાં સેવાભાવીઓમાં દુઃખની લાગણી ફેલાઈ.

ખાંભાનાં દલડી ગામે ગ્રામીણ ડાકમાં ફરજ બજાવતાં અને ખાંભા- ખડાધાર- ચક્રાવા- બોરાળા, હનુમાનપૂરા- દલડી ગામમાં નીરાધારો- વીકલાંગો- પાગલોની સેવા ચાકરી કરી વહેલી સવારે પાંચ વાગ્‍યે જાગીને 60 જેટલા ટીફીન બનાવી પોતાની મોટર સાયકલ ઉપર ટીફીન ડબા બાંધી નીરાધારોને ઘેરે ઘેરે પહોંચી સ્‍વ. ખર્ચે બનાવેલ ભોજન વિનામૂલ્‍યે બન્‍ને ટાઈમ પહોંચાડી નીરાધારો- વીકલાંગો- એકલા રહેતા વૃઘ્‍ધો અને પાગલોને પેટની જઠરાગ્ની ઠારતા મનસુખભાઈ ભવાની શંકર ઓઝા ઉ.વ.60નું હૃદયરોગનાં હુમલાથી અવસાન થતા જાણે કે નીરાધારોએ આધાર ગુમાવ્‍યાની લાગણી ફેલાઈ છે.

ગ્રામીણ ડાક ઘર- દલડીમં ફરજ બજાવી કોઈ પણ વ્‍યકિત પાસે હાથ ફેલાવ્‍યા વગર દરરોજ ભૂખ્‍યાને ભોજન પીરસી સંતોષ માનનાર મનસુખભાઈ ઓઝા, પાગલોને નવરાવી કપડા પહેરાવી સ્‍વ. ખર્ચ બાલદાઢી કરાવી અનેરીસેવા કરનાર ઓઝાનાં અવસાનથી 60 જેટલા નીરાધારોએ પોતાનો આપ્‍તજન ગુમાવ્‍યા છે.

સ્‍વર્ગસ્‍થની અંતિમ યાત્રામાં ખાંભાના ધારાસભ્‍ય જે. વી. કાકડીયાને શાલ ઓઢાડી સન્‍માનીત કરેલ તેમજ ખાંભાના સરપંચ- અમરીશ જોષી- બાબુભાઈ ખુમાણ કોંગ્રેસ શહેર પ્રમુખ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રસીક ભંડેરીએ શ્રઘ્‍ધાંજલી અર્પણ કરેલ.

error: Content is protected !!