સમાચાર

ઈફકો બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી, ઉમેદવારી નોંધાવતા દિલીપ સંઘાણી

સમગ્ર દેશની સરાહનીય સહકારી પ્રવૃત્તિનું પ્રેરકબળ

ઈફકો બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી, ઉમેદવારી નોંધાવતા દિલીપ સંઘાણી

સહકારી આગેવાનોની ઉપસ્‍થિતિ વચ્‍ચે નવી દિલ્‍હી ખાતે ઉમેદવારીપત્ર રજૂ કર્યું

અમરેલી, તા.3

સમગ્ર દેશમા સહકારી પ્રવૃતિમા મોખરાનુ સ્‍થાન ધરાવતી ઈન્‍ડિયન ફામર્સ ફર્ટિલાઈઝર કો.-ઓપરેટીવ લી. (ઈફકો)ના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણીમા ડીરેકટર તરીકે સહકારી અગ્રણી અને રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીએ ઉમેદવારી નોંધાવી છે, આ તકે પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

સંઘાણીના માર્ગદર્શન તળે અનેક નામાંકીત સહકારી સંસ્‍થાઓ આ ક્ષેત્રમા અગ્રેસર રીતે કામગીરી કરી રહેલ છે તેમા ઈફકોનો પણ સમાવેશ હોય, તેમની ઉમેદવારી આ ક્ષેત્ર માટે નોંધનીય પુરવાર થશે.

સહકારી પ્રવૃતિ અને તેના લાભો છેવાડાના માનવી સુધી પહોચે તેવી ઉમદા વિચારસરણી ધરાવતા સંઘાણીની કાર્યશૈલીની ભારતસરકાર પણ નોંધ લઈ ચુકયુ છે જે નોંધનીય બાબત હોવાનુ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.

 

error: Content is protected !!