બ્રેકીંગ ન્યુઝ

હદ થઈ : ધારીનાં સરસીયા ગામે ચંદન ચોર ગેંગે વધુ 8 ચંદનનાં વૃક્ષનું કટીંગ કરી નાખ્‍યું

કરોડો રૂપિયાનું કિંમતી ચંદન ચોરાઈ જાય છે અને આરોપીઓ મળતા નથી

હદ થઈ : ધારીનાં સરસીયા ગામે ચંદન ચોર ગેંગે વધુ 8 ચંદનનાં વૃક્ષનું કટીંગ કરી નાખ્‍યું

ચંદન ચોર ગેંગપરપ્રાંતની છે કે સ્‍થાનિક છે તે તપાસનો વિષય

ધારી, તા. 3

ધારી ગીર-પૂર્વની કરમદડી રાઉન્‍ડ અને સરસીયા રેવન્‍યુ વિસ્‍તારમાં છેલ્‍લા ચારથી પાંચ માસથી ચંદનનાં વૃક્ષોનું અવિરત કટીંગ કરી કરોડો રૂપીયાનાં ચંદનનાં વૃક્ષ બારોબર વેચાઈ ગયા છે. છતાં વનતંત્રનાં હાથ ખાલી છે. અગાઉ ગાંધીનગરની તકેદારી શાખા પણ ચંદન ચોરી અટકાવવાનું નાટક કરી પેટ્રોલીંગ દાવા કરી ચાલતી પકડી હતી હત્‍યારે ફરીથી ચંદન ચોર ગેંગ સક્રીય બની છે.

ધારી તાલુકાનાં સરસીયા ગામનાં ગૌરડીયા વિસ્‍તારમાંથી દેવજીભાઈની વાડીમાંથી ર, બાબભાઈ સંવટ ર, દિનેશભાઈ 3    મળી કુલ 4 ચંદનનાં આરક્ષિત વૃક્ષનું કટીંગ કરી ચોરો ચોરી કરી લઈ જવામાં સફળ રહૃાા હતા. સમગ્ર ચંદન ચોરી કૌભાંડ ખૂબ જ મસમોટું છે. જેમાં કરમદડીરાઉન્‍ડની સરસીયા વિડીમાંથી અગાઉ 60 વૃક્ષ, રેવન્‍યુ વિસ્‍તારમાંથી 100 જેટલા મળી કુલ 160થી વધારે ચંદનનાં વૃક્ષનું કટીંગ થવા પામ્‍યું છે.

ચંદનનાં વૃક્ષ અતિ કિંમતી હોય છે. 160થી વધુ વૃક્ષની કિંમત કરોડો રૂપીયાને આંબી જાય છે. છતાં આજદિન સુધી આ કૌભાંડમાં કોઈ જ સફળતા તંત્રને મળી નથી. વનતંત્ર મઘ્‍યપ્રદેશની ગેંગ હોવાનો દાવો કરે છે, ત્‍યારે સ્‍થાનિક કક્ષાની મદદ વગર ચંદન કટીંગ અશકય છે. ત્‍યારે સમગ્ર કૌભાંડ પરથી કયારે પડદો ઉંચકશે તેમસમોટો સવાલ છે.

એકાદ માસ અગાઉ ગ્રામજનોની રજૂઆતનાં પગલે ગાંધીનગર અગ્ર મુખ્‍ય વન સંરક્ષક કચેરીની તકેદારી શાખા આવીને તપાસનું નાટક કરી ચાલતી પકડી હતી અને એવી હૈયા ધારણા આપી હતી કે વનતંત્રનો સ્‍ટાફ રાત્રિનાં પણ પેટ્રોલીંગ કરશે અને હવે ચંદન ચોરી અટકી જશે. પરંતુ આ વાત પણ હંબક સાબીત થવા પામી હોય તેમ ચંદન ચોર ગેંગ ફરી સક્રીય બની છે. અને એક જ રાતમાં 8 ચંદનનાં આરક્ષિત  વૃક્ષ કટીંગ કરી ચોરી કરવામાં સફળ રહી હતી તથ મુદામાલ પણ લઈ ગઈ તી ત્‍યારે જંગલમાં પણ કેટલા વૃક્ષ કટીંગ થયા છે. તે પણ તપાસનો વિષય છે. હાલ તો ચંદન ચોરોને ઝડપવા ઉગ્ર માંગ ઉઠી છે.

 

 

ધારી પંથકમાં ચંદન ચોર ગેંગને ઝડપી કરોડોનાં  ‘‘ચંદન કૌભાંડ”ની તપાસ સીઆઈડીને સોંપવા માંગ

ધારી, તા. 3

ધારી પંથકમાં 160 વૃક્ષનાં કરોડોનાં ભભચંદન કટીંગ કૌભાંડભભમાં સ્‍થાનિક તંત્રને કોઈ સફળતા આજ સુધી મળેલ નથી ચંદન ચોરી પણ અટકી નથી જેથી લોકોનાં મનમાં અનેક શંકાઓ-પ્રશ્‍નો ઉભા થયા છે. આ અંગે લોકો તથા નિવૃત વન કર્મચારીઓએ એવી માંગ ઉઠાવી છે કે, સમગ્ર કૌભાંડ ખૂબ જ મોટું છે. અને કરોડો રૂપિયાનાં ચંદન વેચાઈ ગયા છે. આ કૌભાંડ પરથી પડદો ઉચકવા તથા ચંદનચોરોને બેનકાબ કરવા તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપવામાંગ ઉઠી છે.

error: Content is protected !!