સમાચાર

સતવારા સમાજના અંત્‍યોદય પરિવારની મદદે બગસરા શહેર ભા.જ.પ.

બગસરા, તા. ર

બગસરા શહેરમાં તા.1/4/19 ના રોજ શ્રમજીવી સતવારા સવજીભાઈ મુળજીભાઈ પરમારને પુર જડપે આવતી મીની બસનાં વાહન ચાલકે અડફેટે લઈ લેતા અકસ્‍માત દરમ્‍યાન તેમનું કરૂણ મોત થયેલ. પિતાનાં મૃત્‍યુનો આઘાત સહન  ન થતાં તેમનો એકનો એક પુત્ર ભાવિન સવજીભાઈ પરમાર, ઉ.વ. 19નું પણ તા.7/4/19નાં રોજ દુઃખદ અવસાન થયેલ. એક જ અઠવાડીયામાં એક જ પરિવારમાં થયેલ બે વ્‍યકિતનાં     અકાળે અવસાનથી સતવારા સમાજ સમસ્‍ત દુઃખમાં ગરકાવ થઈ ગયેલ. પાંચ-દિકરીઓનો એકનો એક ભાઈ તેમજ પિતાનાં મૃત્‍યુને કારણવશ ભારે શોકાંત અનુભવતા આ પરિવાને રૂબરૂ મળી રૂપાલા સાહેબ, દિલીપભાઈ સંઘાણી, તેમજ જીલ્‍લા ભા.જ.પ. પ્રમુખ હિરેન હિરપરા, રાજુભાઈ ગીડા, શહેર ભા.જ.પ.નાં નિતેષ ડોડીયા, એ. વી. રીબડીયા, મુકેશ ગોંડલીયા, સહિતનાઓએ પરિવારન સાંત્‍વના પાઠવી. દિકરીઓને શૈક્ષણીક બાબતે સંપૂર્ણ સહકારની ખાત્રી ભા.જ.પા. આગેવાન દિલીપભાઈ સંઘાણી તરફથી આપવામાં આવી હતી.

સતવારા સમાજનાં ભા.જ.પા.નાંસંનિષ્ઠ કાર્યકર્તા રમેશ ડાભી, ચંદુભાઈ પરમાર, રાજેશ સોનગરા, જયસુખ પરમાર સહીતનાં કાર્યકર્તાઓએ શહેર ભા.જ.પ.ને આ અંત્‍યોદય પરિવારની સ્‍થાનિક કક્ષાએ મદદ કરવા અંગે રજૂઆત કરતાં આજરોજ તા.ર7/4/19 નાં રોજ શહેર ભા.જ.પ. પ્રમુખ એ. વી. રીબડીયા, મહામંત્રી મુકેશ ગોંડલીયાએ રૂબરૂ અંત્‍યોદય પરિવારનાં ઘરે આવી રૂપિયા પચીસ હજારનું રોકડ અનુદાન ભા.જ.પા. કાર્યકરોની હાજરીમાં આપી ભભમાનવતાલક્ષી અભિગમભભની જયોત પ્રગટાવી એક નેક ઉદાહરણ પુરૂ     પાડેલ છે.

error: Content is protected !!