Amreli Express

Daily News Papers

સમાચાર

બાબરાનાં ચમારડીમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશભાઈ ધાનાણીની બેઠક મળી

મોટા દેવળીયા જિલ્‍લા પંચાયત મત વિસ્‍તારમાં આવેલા બાબરાના ચમારડી ગામે આજરોજ અમરેલી લોકસભા ચૂંટણી જંગ પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીની સભા યોજાઈ હતી. જેમાં બાબરા મત વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર તથા અમરેલી જિલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત કોંગ્રેસના પ્રચાર માટે જોડાયા ત્‍યારે ચમારડી ગામના સ્‍થાનિક કોંગ્રેસના કાર્યકર્તા મનુભાઈ શેલીયા, રમેશભાઈ મગતરપરા, કુલદીપભાઈ બસીયા, લખુભાઈ બસીયા, જસમતભાઈ ચોવટીયા, કમલેશભાઈ ડાભી, બચુભાઈ અસલાલીયા, રામભાઈ બસીયા,લાલભાઈ બસીયા તેમજ બાબરા તાલુકા કોંગ્રેસના આગેવાન પ્રભાતભાઈ કોઠીવાળ, નજુભાઈ વાળા (ત્રંબોડા), લાલભાઈ જેબલીયા (ઘુઘરાળા), બીપીનભાઈ વસાણી, કૃષ્‍ણભાઈ વાળા, ટીકુભાઈ વરૂ, જગુભાઈ દરબાર સહિતનાં કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!