Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલી પાલિકાની કથિત ગેરરીતિની જવાબદારી પૂર્વ પ્રમુખની ?

પૂર્વ પ્રમુખે અન્‍ય સદસ્‍યો અને અધિકારીઓને જોડવા કરેલી અરજી રદ

અમરેલી પાલિકાની કથિત ગેરરીતિની જવાબદારી પૂર્વ પ્રમુખની ?

પાલિકા કમિશનરે 37 નગરસેવકો અને અધિકારીઓને મુકત કરતાં તમામમાં હાશકારો

પાલિકાનાં પૂર્વ પ્રમુખે ર દિવસ પહેલા જ કેસરીયો ધારણ કરી લીધો હોય હવે ભાજપને જવાબ આપવા પડશે

અમરેલી, તા. 16

અમરેલીમાં ભ્રષ્‍ટાચારમાં હંમેશા વિવાદીત રહેતી પાલિકાનાં કથિત ભ્રષ્‍ટાચાર અંગે આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરેલી ફરિયાદ બાદ પ્રાદેશિક પાલિકા કમિશનર ઘ્‍વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

શરૂઆતમાં પાલિકાનાં પૂર્વ પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા વિરૂઘ્‍ધ તપાસ શરૂ થતાં તેઓએ કથિત ગેરરીતિ મામલે પાલિકાનાં 37 નગરસેવકો, વહીવટીવડા અને નાયબ કલેકટરને પણ પક્ષકાર તરીકે જોડવા કમિશનર સમક્ષ રજુઆત કરી હતી.

બાદમાં કમિશનરે તમામ પાસાઓનો અભ્‍યાસ કરીને તેમજ નગરસેવકોની લેખિત રજુઆતના આધારે કથિત ગેરરીતિ અંગે અન્‍ય નગરસેવકો કે અધિકારીઓ જવાબદાર ન હોવાનું માનીને 37 નગરસેવકો, ચીફ ઓફીસર, નાયબ કલેકટરને પક્ષકાર તરીકે જોડવાની અરજી ફગાવી દીધી છે.

હુકમમાં જણાવેલ છે કે, આથી હું તુષાર ડી. સુમેરા આઈએએસ પ્રાદેશીક કમીશ્‍નર નગરપાલિકાઓ ભાવનગર ઝોન ગુજરાત નગરપાલિકાઅધિનિયમ-1963ની કલમ-70(ર)ની જોગવાઈ અન્‍વયે મને મળેલ અધિકારની રૂએ અમરેલી નગરપાલિકાના કેસ નં. 1/ર018ના કામે પ્રતિવાદી તત્‍કાલીન પ્રમુખ અલ્‍કાબેન ડી. ગોંડલીયાની તા. રર/3/19 તથા તા. ર/4/19ની અરજી આ કામે ઠરાવ નં. ર9 તા. ર1/પ/ર016થી ઠરાવમાં સહમત અમરેલી નગરપાલિકાના સદસ્‍યો 1 થી 37 તથા પ્રાંત અધિકારી અમરેલી તથા ચીફ ઓફીસર અમરેલી નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડવા માંગણીની બન્‍ને અરજી અમાન્‍ય રાખી નામંજુર કરવામાં આવે છે. આ કામે તત્‍કાલીન પ્રમુખ સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-70(ર)ની શરૂ રાખવા હુકમ કરવામાં આવે છે.

error: Content is protected !!