સમાચાર

અમરેલીમાં પ્રધાનમંત્રીનો પ્રચાર તેમના ઉમેદવારને ફળતો નથી

રાજીવ ગાંધી આવ્‍યાને મંજુલાબેન અને નરસિંહરાવ આવ્‍યા અને રવાણી પરાજિતથયા

અમરેલીમાં પ્રધાનમંત્રીનો પ્રચાર તેમના ઉમેદવારને ફળતો નથી

જિલ્‍લાનાં મતદારો કયારેય પણ કોઈ પ્રધાનમંત્રીથી આકર્ષિત થઈને મતદાન કરતા નથી

અમરેલી, તા.16

અમરેલી પંથકના મતદારો હંમેશા કાંઈક નવું જ કરવા ટેવાયેલ છે. મતદારો પ્રધાનમંત્રી કક્ષાનાં નેતાઓથી પણ આકર્ષિત થઈને તેમના પક્ષનાં ઉમેદવાર તરફી મતદાન કરતા નથી તેવી ઘટના અભ્‍યાસ દરમિયાન પ્રકાશમાં આવી છે.

અમરેલી ખાતે સ્‍વ. રાજીવ ગાંધીએ 1 ફેબ્રુઆરી, 198પના રોજ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તેમના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મંજુલાબેન પટેલના સમર્થનમાં જાહેર સભા સંબોધી હતી. અને પરિણામમાં કોંગી ઉમેદવારનો કોંગ્રેસના વાવાઝોડામાં પણ ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી સામે પરાજય થયો હતો.

બાદ વર્ષ-1996માં પ્રધાનમંત્રી સ્‍વ. નરસિંહ રાવે અમરેલી લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર નવિનચંદ્ર રવાણીના સમર્થનમાં અમરેલી ખાતે જાહેર સભા સંબોધી હતી અને કોંગી ઉમેદવારનો ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી સામે પરાજય થયો હતો.

બાદમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ વર્ષ-ર017માં ધારી ખાતે વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચારસભા કરી હતી. બદલામાં જિલ્‍લાની તમામ પાંચ બેઠકો પર ભાજપનાં ઉમેદવારનો પરાજય થયો હતો. અને હવે પુનઃ પ્રધાનમંત્રી ભાજપનાં ઉમેદવારના પ્રચાર અર્થેગુરૂવારે અમરેલી પધારી રહયા હોય ભાજપના ઉમેદવાર વિજેતા થશે કે પરાજિત તેના પર સૌની નજર મંડાયેલી છે.

error: Content is protected !!