Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની જાહેરસભાનું કાઉન્‍ટર ડાઉન શરૂ થયું

લાઠી બેઠકમાં ડો.કાનાબારે શ્રેણીબંધ બેઠકો યોજી

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની જાહેરસભાનું કાઉન્‍ટર ડાઉન શરૂ થયું

લાઠી બેઠક પરથી 7 હજારની જનતા હાજર રહેશે

અમરેલી, તા.1પ

અમરેલી લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર તથા ભાવનગર બેઠકના ઉમેદવારના પ્રચારાર્થે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ તા.18 એપ્રિલના સવારે 9 વાગે અમરેલી શહેરમાં જાહેર સભા સંબોધવાના છે. અમરેલી શહેરની ફોરવર્ડ હાઈસ્‍કુલના વિશાળ મેદાનમાં યોજાનારી આ જાહેર સભામાં લાઠી-બાબરા વિધાનસભામાંથી મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ અને લોકો શામેલ થાય તે માટે પ્રદેશ ભાજપ અગ્રણી અને અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભઈ કાનાબારે લાઠી- બાબરાના સંગઠનની શ્રેણીબઘ્‍ધ બેઠકો યોજી હતી. તેમની સાથે આ બેઠકોમાં જિલ્‍લા યુવા મોરચાના પુર્વ મહામંત્રી દિપકભાઈ વઘાસીયા, પુર્વ કોષાઘ્‍યક્ષ જયેશભાઈટાંક, વિપુલ ભટ્ટી તથા અલ્‍પેશભાઈ અગ્રાવત જોડાયા હતા.

તા.14 એપ્રિલના રવિવારે સાંજે બાબરા શહેર ભાજપની મીટીંગમાં શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, પુર્વ ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, શહેર ભાજપના મહામંત્રી મુકેશભાઈ ખોખરીયા, કાકુભાઈ ચાંવ, પુર્વ પ્રમુખ પ્રમોદભાઈ રૂપારેલીયા, લઘુમતિ મોરચાના મહામંત્રી યુનુસભાઈ ચુડેસરા, નરૂભાઈ ત્રિવેદી, કુમારભાઈ સોલંકી, દિપક કનૈયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

તા.1પ એપ્રિલના સોમવારના રોજ લાઠી તાલુકો, લાઠી શહેર, દામનગર શહેર તથા બાબરા તાલુકાની મીટીંગમાં લાઠી તાલુકામાંથી જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ કાનાણી, મહામંત્રી ભરતભાઈ ગઢવી તથા જગદિશભાઈ ખુંટ, જિલ્‍લા કિશાન મોરચાના પ્રમુખ ઘનશ્‍યામભાઈ સાવલીયા, નાનુભાઈ દોંડા, કેહુરભાઈ રાનાણી, ઘનશ્‍યામભઈ ખેરાળા, પ્રવિણભાઈ કાકડીયા, તથા ભરતભાઈ બોદર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા. જયારે લાઠી શહેરમાંથી શહેર ભાજપ પ્રમુખ પ્રણવભાઈ જોષી, મહામંત્રી દામજીભાઈ ડાયાણી, અનિલભાઈ   નાંઢા, રાજુભાઈ ભુવા, મહેશભાઈ કોટડીયા, શૈલેષભાઈ રાઠોડ, રાજુભાઈ મોતીસરીયા, વિનુભાઈ વીસનગરા, ચેતનભાઈ મકવાણા, દિનેશભાઈ મકવાણા, નરેન્‍દ્રસિંહ ગોહીલ તથા ધર્મેશભાઈ સોની સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિતરહયા હતા. જયારે દામનગર શહેરમાંથી શહેર પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા, અમરસિંહભાઈ નારોલા, નિકુલભાઈ રાવળ, જયંતીભાઈ નારોલા, સંદીપભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહી નરેન્‍દ્રભાઈની સભામાં લાઠી- બાબરા વિધાન સભામાંથી ખુબ મોટી સંખ્‍યામાં લોકો જોડાશે તે માટેનું આયોજન કરેલ છે.

error: Content is protected !!