Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

ભૈ વાહ : બાબરામાં ધૂપ અને ધૂળથી રક્ષણ મેળવવાવેપારીનો નવતર કીમિયો

વિકાસ અને અચ્‍છે દિનની વાસ્‍તવિકતા જોવા મળી

ભૈ વાહ : બાબરામાં ધૂપ અને ધૂળથી રક્ષણ મેળવવાવેપારીનો નવતર કીમિયો

દુકાનની આગળ પ્‍લાસ્‍ટિકનો પરદો લગાવ્‍યો

બાબરા, તા.1પ

બાબરામાં નાગરિક બેન્‍ક ચોકમાં ફોટોગ્રાફી અને આર.ટી.ઓ.ની કામગીરી કરતા વેપારીએ તડકો અને ધૂળથી પોતે અને પોતાની દુકાનને રક્ષણ કરવા નવતર કીમિયો અપનાવ્‍યો છે. જેને જોઈ શહેરના નાગરિક અને વેપારીઓ પણ અચરજ પામી રહયા છે.

ગોપીભાઈ ભુપતાણી નામના આ વેપારી નિયમિત વેપાર માટે દુકાનના આગળના ભાગમાં બેસવાનું હોય છે પણ અહીં તડકો અને ધૂળ ઉડવાના કારણે વેપારીને કામ કરવામાં ભારે વિક્ષેપ પડી રહયો હતો. ધૂળની ડમરીઓ અને અસહય તાપમાંથી કેમ રાહત મેળવવી તેની મથામણ બાદ આ નવતર વિચાર આવ્‍યો અને દુકાનના આગળના ભાગને પ્‍લાસ્‍ટિકનું આવરણ ચડાવ્‍યું.

આ બાબતે વેપારી ગોપીભાઈએ જણાવ્‍યું હતું કે શહેરના લોકોની સાથે બહારગામથી આવતા ગ્રાહકોને પણ આ જોઈને આશ્ચર્ય લાગી રહયું છે. ઘણા એવું પણ કહે છે કે આ શું કર્યું આવું થોડું કરાય પણ હાલ જે પ્રમાણમાં તાપ પડી રહયો છે તેના પ્રમાણે દુકાનમાં બેસીને કામ કરવું મુશ્‍કેલ બન્‍યું છે. ત્‍યારે ફોલ્‍ડિંગ પ્‍લાસ્‍ટિકના આવરણથી દુકાનની અંદરનું ટેમ્‍પરેચર સામાન્‍ય રહે અને પવન અને ધૂળની ડમરીઓથી રક્ષણ મળે જેના કારણે કામ કરવામાં મજા આવી રહી છે.

error: Content is protected !!