Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી ખાતે સમસ્‍તબ્રહ્મસમાજની બેઠક યોજાઈ

અમરેલી શહેર સમસ્‍ત બ્રહ્મસમાજ ર્ેારા મહાજન પાર્ટીપ્‍લોટ અમરેલી મુકામે તા. 11/04/ર019 ને ગુરૂવારે સમસ્‍ત બ્રહ્મસમાજના જિલ્‍લા પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદીનાં અઘ્‍યક્ષ સ્‍થાને મીટીંગ મળેલી, જેમાં સૌપ્રથમ અમરેલી શહેર બ્રહ્મસમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતા ઉપસ્‍થિત વિવિધ પેટા જ્ઞાતિનાં હોદેદારોનું શાબ્‍દિક સ્‍વાગત અને આગામી સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજનાં સોમનાથ મુકામે મળનાર મહાઅધિવેશન અંગેની તૈયારી અંગે વિસ્‍તૃત જાણકાી આપેલ હતી. તથા બ્રહ્મસમાજ ર્ેારા આગામી તા. 17/04/ર019ને બુધવારના રોજ અમરેલીમાં નેત્ર નિદાન કેમ્‍પ જે ગાયત્રી મંદિર – અમરેલી મુકામે રાખવાનો છે, તેમાં બહોળી સંખ્‍યામાં લાભ લે તે અંગે માહિતી આપી હતી. ત્‍યાર બાદ બ્રહ્મસમાજ અગ્રણી શરદભાઈ વ્‍યાસ, ડી.જી.મહેતા, અશ્‍વિનભાઈ ત્રિવેદી વગેરેએ મહાઅધિવેશનમાં ઉમટી પડવા હાકલ કરેલી હતી. ત્‍યાર બાદ જિલ્‍લા બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદીએ સમગ્ર જિલ્‍લા અને શહેરમાંથી મહાઅધિવેશન અંગે વિસ્‍તૃત માહિતી આપેલ અને સૌ બ્રહ્મબંધુઓને કોઈપણ પ્રકારનાં ખર્ચ વિના સોમનાથ જવાની વ્‍યવસ્‍થા અમરેલી શહેર જિલ્‍લા બ્રહ્મસમાજ ર્ેારા કરવામાં આવશે અને એક બસનો સંપૂર્ણ ખર્ચ ઉદયનભાઈ ત્રિવેદી ર્ેારા આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. બીજી બસની વ્‍યવસ્‍થા અમરેલી શહેર બ્રહ્મસમાજનાંપ્રમુખ મુકુંદભાઈ મહેતા, ડી.જી.મહેતા, અશ્‍વિનભાઈ ત્રિવેદી, મુકેશભાઈ જાની, ઉદયનભાઈ ત્રિવેદી, કે. જી. ત્રિવેદી, ભિખેશભાઈ જોશી, જગદીશભાઈ જોશી, મુકેશભાઈ તેરૈયા, ડિ. જી. મહેતા (પેન્‍ટર), મૂળશંકરદાદા તેરૈયા, પરેશભાઈ આચાર્ય, પી. કે. ત્રિવેદી, વગેરે ર્ેારા કરવાની જાહેરાત કરવામાં આવેલ હતી. તદઉપરાંત આગામી પરશુરામ જયંતિની ભવ્‍ય ઉજવણીમાં સમગ્ર જિલ્‍લાના બ્રહ્મબંધુઓ જોડાશે અને તેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને તેમજ બ્રહ્મસમાજ ર્ેારા ભગવાન પરશુરામના ભવ્‍ય અને મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહેલ છે. તે અંગે ઉદયનભાઈએ માહિતી આપેલ હતી અને મંદિરના નિર્માણમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરેલી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશભાઈ આચાર્ય, સંજયભાઈ જોશી, રાજ જાની, ભાવન ભટ્ટ, વિશાલ ઠાકર, સુનિલ રાજયગુરૂ, મુકેશ તેરૈયા, હાર્દિક ત્રિવેદી, શશાંક મહાજન, ધર્મેશ પંડયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શહેર બ્રહ્મસમાજના મંત્રી રોહિતભાઈ મહેતાએ કરેલું હતું.

error: Content is protected !!