Amreli Express

Daily News Papers

સમાચાર

લાઠી, બાબરા, દામનગરમાં યોજાયેલ શ્રીરામ જન્‍મોત્‍સવમાં ભામાશા ગોપાલશેઠ ઉપસ્‍થિત રહૃાા

ભગવાનશ્રી રામ જન્‍મજયંતી ઉજવણી લાઠી, બાબરા, દામનગર તાલુકામાં કરવામાં આવી હતી. રામલલ્‍લાની ભવ્‍ય શોભાયાત્રા લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારના દાનવીર ભામાશા અને સર્વ સમાજને સાથે રાખીને ચાલનારા બાબરા તાલુકાના ચમારડી ગામના વતની ગોપાલભાઈ વસ્‍તરપરા ભવ્‍ય શોભાયાત્રામાં ઉપસ્‍થિત રહીને શ્રીરામ જન્‍મ ઉત્‍સવને ભાવભેર વધામણા કરી જય શ્રીરામનો નાદ ગુંજી ઉઠયો હતો. ત્‍યારે લાઠીમાં કેરીયા નજીક આવેલ ખારા વાળી મેલડી માતાજીના સાનિઘ્‍યમાં માતાજીના માંડવામાં પણ ઉપસ્‍થિત રહયા હતા. ત્‍યારે બાબરા શહેર ખાતે યોજાયેલ ભવ્‍ય શોભાયાત્રામાં ગોપાલભાઈ વસ્‍તરપરા, ભુપેન્‍દ્રભાઈ બસીયા, હિંમતભાઈ દેત્રોજા, રાજુભાઈ વિરોજા, જીવરાજભાઈ લાહર, અશોકભાઈ અસલાલીયા, મગનભાઈ જોગાણી તેમજ લાઠી અને દામનગર સ્‍થાનિક આગેવાન ભરતભાઈ પાડા, વિનુભાઈ વિસનગરા, મહેશભાઈ કોટડીયા, રાજુભાઈ ભુવા, પ્રીતેશભાઈનારોલા, દેવજીભાઈ ઈસામલીયા, મગનભાઈ કાનાણી, દિનેશભાઈ કુંદનાણી, ભરતભાઈ સુતરીયા સહિત મોટી સંખ્‍યામાં સ્‍થાનિક આગેવાનો અને ભાવિકો જોડાયા હતા.

error: Content is protected !!