Amreli Express

Daily News Papers

સમાચાર

પ્રધાનમંત્રીની જાહેરસભાને સફળતા અપાવવા માટે ભાજપ ર્ેારા તડામાર તૈયારીઓ થઈ રહી છે

દોઢ વર્ષ પહેલા પાંચેય બેઠકોનાં ઉમેદવાર માટે ધારીમાં આવ્‍યા બાદ

નરેન્‍દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી શકયા ન હતા

દેશનાં સૌથી લોકપ્રિય નેતા હોવા છતાં પણ અમરેલી જિલ્‍લાનાં મતદારો તેની અપીલ સ્‍વીકારતા નથી તે સાબિત થયુ

પ્રધાનમંત્રીની જાહેરસભાને સફળતા અપાવવા માટે ભાજપ ર્ેારા તડામાર તૈયારીઓ થઈ રહી છે

અમરેલી, તા. 13

અમરેલી લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવારનાં પ્રચારાર્થે દેશનાં સૌથી લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી આગામી ગુરૂવારે અમરેલી પધારી રહૃાા હોય ભાજપનાં આગેવાનો ર્ેારા નરેન્‍દ્ર મોદીની જાહેર સભાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી           રહી છે.

દરમિયાનમાં દેશનાં સૌથી લોકપ્રિય નેતાએ દોઢ વર્ષ પહેલા યોજાયેલ અમરેલી જિલ્‍લાની પાંચ બેઠકોનાં ભાજપનાં ઉમેદવારનાં પ્રચારાર્થે ધારી ખાતે જનસભા સંબોધીને ભાજપનાં વિધનસભાનાં ઉમેદવારોને વિજેતા બનાવવા હાંકલ કરી હતી.

પરંતુ, નરેન્‍દ્ર મોદીની જાહેર સભાનો પણ ફિયાસ્‍કો થયો હતો અને તેઓની અપીલ બાદ પણ જિલ્‍લાનાં તમામ પાંચયે ભાજપી ઉમેદવારનો પરાજય થયો હતો.

પ્રશ્‍ન એ ઉદ્યભવે છે કે અમરેલી જિલ્‍લાનાં મતદારોમાં નરેન્‍દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે, કે ભાજપનાં ઉમેદવારો નબળા હતા.

હવે પુનઃ નરેન્‍દ્રમોદી ભાજપનાં લોકસભાનાં ઉમેદવારને સમર્થન આપવા પધારી રહૃાા હોય તેની શું અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

error: Content is protected !!