Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે આસરાણા ચોકડીએ સભા સંબોધશે

અમરેલી, ભાવનગર અને જૂનાગઢનાં કોંગી ઉમેદવારનાં પ્રચારાર્થે

કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે આસરાણા ચોકડીએ સભા સંબોધશે

ત્રણેય જિલ્‍લામાંથી હજારોની જનમેદની એકત્ર કરાશે

અમરેલી, તા.13

અમરેલી, ભાવનગર અને જૂનાગઢની લોકસભા બેઠકના કોંગી ઉમેદવારો અનુક્રમે પરેશ ધાનાણી, મનહર પટેલ અને પુંજાભાઈ વંશના પ્રચારાર્થે સોમવારે બપોરે ર કલાકે વીજપડી નજીક આવેલ આસરાણા ચોકડીએ કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે.

આ ચૂંટણી સભામાં પ્રદેશ કોંગ્રેસના મહત્‍વના આગેવાનો, ત્રણેય ઉમેદવારો, ધારાસભ્‍યો, રાજય પ્રભારી, રાજીવ સાતવ પણ ઉપસ્‍થિત રહેશે. આ જાહેર સભામાં વિશાળ સંખ્‍યામાં જનમેદની એકત્ર થવાની હોય જિલ્‍લા કોંગ્રેસના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!