Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી જિલ્‍લા યુવા ભાજપ દ્વારા મોદીનાં આગમનને લઈને બેઠક યોજાઈ

અમરેલી, તા.13

અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા અને લોસસભા સીટના ઈન્‍ચાર્જ વી.વી.વઘાસીયાની સુચના અનુસાર જિલ્‍લા યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટૃ અને જિલ્‍લા યુવા મોરચાના પ્રભારી રીતેષ સોનીની અઘ્‍યક્ષતામાં જિલ્‍લા યુવા મોરચા તથા તાલુકા-શહેર યુવા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓની  લોકસભા ચુંટણી અનુલક્ષીને જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં યુવા મોરચા દ્રારા આગામી તા.18મી એપ્રીલના રોજ અમરેલી ખાતે પધારી રહેલ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના કાર્યક્રમમાં જિલ્‍લા ભરમાંથી પાંચ હજાર કરતા પણ વધારે યુવાનો જોડાઈ તેવું આયોજન કરાયું. લોકસભાનીચુંટણીમાં યુવા મોરચા દ્રારા વિવિધ મંડલોમાં ગ્રામ્‍ય કક્ષાએ પ્રજાની વચ્‍ચે જઈેને કાર્યક્રમો કરવા અંગેનું આયોજન કરવામાં આવ્‍યું. તેમજ મતદાન સમયે દરેક બુથમાં બુથ મેનેજમેન્‍ટ કરી અને દરેક બુથમાં પાંચ પાંચ યુવાનોને જવાબદારી સોપવાનું નકિક કરવામાં આવેલ.

આ બેઠકમાં લોકસભા સીટના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, જિલ્‍લા યુવા મરોચાના પ્રમુખ આનંદ ભટૃ, જિલ્‍લા યુવા મોરચાના પ્રભારી રીતેષ સોની, જિલ્‍લા યુવા મોરચાના મહામંત્રી કેતન ઢાંકેચા, મેહુલ ધોરાજીયા તથા જિલ્‍લા મોરચાના તમામ પદાધિકારીઓ, તમામ મંડલનાં યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ આ બેઠકમાં હાજર રહયા હતા.

error: Content is protected !!