Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી જિલ્‍લામાં આજે ડો. બાબાસાહેબની જન્‍મજયંતીની ઉજવણી

અમરેલી જિલ્‍લામાં આજે ડો. બાબાસાહેબની જન્‍મજયંતીની ઉજવણી

અંતરિયાળ ગામથી લઈને મુખ્‍ય શહેરોમાં આસ્‍થા અને ઉત્‍સાહભેર જન્‍મજયંતીની ઉજવણી કરાશે

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં આવતીકાલ રવિવારે બંધારણનાં ઘડવૈયા અને ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરવામાં આવશે.

અમરેલીમાં ચિતલ રોડ પર આવેલ ભભસમાજવાડીભભ ખાતેથી સવારે 9 કલાકે વિશાળ સંખ્‍યામાં દલિતોની મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે તેમજ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાનકરવાની હાંકલ કરવામાં આવશે.

અમરેલી ઉપરાંત સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ચલાલા, ધારી, બગસરા, બાબરા, લાઠી, દામનગર સહિતનાં શહેરો ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ડો. બાબાસાહેબની જન્‍મજયંતિની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!