Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલી બેઠક પર કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની વિજેતા થવાની પ્રબળ શકયતાઓ

પંચાયતો, પાલિકાઓ અને વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જોતાં

અમરેલી બેઠક પર કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની વિજેતા થવાની પ્રબળ શકયતાઓ

ભાજપનો વિજય થાય તો જિલ્‍લાનાં રાજકારણમાં અપસેટ સર્જાશે

અમરેલી, તા. 13

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ જ બાકી રહૃાા છે, અને મુખ્‍ય ઉમેદવારો ર્ેારા મતદારોને રીઝવવા માટે ભારે દોડધામ કરવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસનાં હજારો કાર્યકરો પણ દિવસ-રાત એક કરી રહૃાા છે.

દરમિયાનમાં અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 4 વર્ષમાં ભાજપને સતત પછડાટ મળી રહી છે. વર્ષ ર01પમાં યોજાયેલ જિલ્‍લા-તાલુકા પંચાયતોમાં ભાજપને જિલ્‍લા પંચાયત તેમજ અનેક તાલુકા પંચાયતો ગુમાવી પડી હતી.

વર્ષ ર017નાં અંતમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્‍લાની તમામ પાંચ બેઠકો પર ભાજપનાં ઉમેદવારનો ઘોર પરાજય થયો હતો. અને સંસદીય મત વિસ્‍તારમાં આવતી ગારિયાધાર બેઠક પણ સામાન્‍ય સરસાઈથી ભાજપે જીત મેળવી હતી.અને મહુવા બેઠક પર ભાજપનો સન્‍માનજનક વિજય થયો હતો.

પરંતુ, મહુવા બેઠકની ચૂંટણીમાં ભાજપનો જ પૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઈ કળસરીયાએ અપક્ષ દાવેદારી કરી હોય ત્રિપાંખીયો જંગ થતાં ભાજપનો વિજય થયો હતો.

એકંદરે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામનાં આધારે ગણતરી કરીએ તો સંસદીય વિસ્‍તારમાં ભાજપને પ0 હજાર મતનું નુકશાન વિધાનસભાની ચૂંટણીમાં થયુ હતું, અને ભાજપનાં પૂર્વ ધારાસભ્‍ય  ડો. કળસરીયાને 37 હજાર મત અપક્ષ તરીકે મળ્‍યા હતા. અને હાલ ડો. કળસરીયા કોંગ્ર્રેસમાં જોડાઈ ગયા હોય ભાજપને 80 થી 8પ હજાર મતની નુકશાની ભરવી પડે તો જ ભાજપને સફળતા   મળી શકે તેમ છે.

જો અમરેલી બેઠક પર ભાજપનાં ઉમેદવાર પરાજિત થાય તો નહી બલ્‍કે વિજેતા થાય તો જ અપસેટ સર્જાશે. ત્‍યારે, સંસદીય મત વિસ્‍તારનાં મતદારોમાં ભાજપ સામે નારાજગી છે કે કેમ? તેને લઈને ર3મે સુધી રહસ્‍ય અકબંધ રહેશે.

error: Content is protected !!