Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલી જિલ્‍લામાં ‘‘શ્રીરામ જન્‍મોત્‍સવ”નો જબ્‍બરો ઉત્‍સાહ

વિશ્‍વ હિન્‍દુ પરિષદ સહિતનાં હિન્‍દુ સંગઠનો દ્વારા

અમરેલી જિલ્‍લામાં ‘‘શ્રીરામ જન્‍મોત્‍સવ”નો જબ્‍બરો ઉત્‍સાહ

મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનાં જન્‍મોત્‍સવને લઈને રામજી મંદિરોમાં અલૌકિક દર્શન

અમરેલી, તા. 13

અમરેલીનાં રાજમાર્ગો પર આવતીકાલે રામનવમી નિમિતે ભગવાન શ્રીરામ લલ્‍લાની ભવ્‍યાતિભવ્‍ય રથયાત્રા ફરશે. અમરેલીમાં આવતીકાલે ભગવાન શ્રીરામના પ્રાગટય દિન એટલે કે પવિત્ર પાવન દિવસ રામનવમી નિમિતે પૂર્ણ પુરૂષોતમ ભગવાન શ્રીરામનો પ્રાગટય મહોત્‍સવ ભવ્‍યાતિભવ્‍ય રીતે ઉજવવાનો શુભ સંકલ્‍પ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીકે વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ અમરેલી પાંખ અને અમરેલીનાં ધર્મપ્રેમી નગરજનો ઘ્‍વારા આખા અમરેલી શહેરમાં ભવ્‍ય તૈયારીઓ કરાઈ છે. અમરેલીના ઈતિહાસમાં સૌપ્રથમવાર આવી ભવ્‍ય તૈયારી ઉજવણીના ભાગરૂપે થઈ રહી છે.

આ વખતે રથયાત્રાની વિશેષતા એ છે કે ભગવાન શ્રીરામની રથયાત્રા માટે ભવ્‍ય રથ તૈયાર કરાયો છે. જેને દોરડાથી નગરજનો ઘ્‍વારા ખેંચીને અમરેલીના રાજમાર્ગો પર ભવ્‍ય રથયાત્રા રૂપે નીકળશે. જેમાં ભગવાન શ્રીરામની 17 ફૂટની પ્રતિમા પધરાવવામાંઆવી છે. ભગવાન શ્રીરામ લલ્‍લાના રથની આગળ આગળ સફાઈ કરવામાં આવશે તેમજ રંગોળીઓ પુરવામાં આવશે અને રથ ઉપર તેમજ આગળ પુષ્‍પવર્ષ કરવામાં આવશે. આવતીકાલે રવિવારે સવારે 8 કલાકે શ્રી રામજી મંદિર સરકારવાડાથી નાગનાથ મહાદેવ ચોક, જીલ્‍લા પંચાયત રોડ, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ સર્કલ થઈને લક્ષ્મીનારાયણા મંદિર, રાજકમલ ચોક, ટાવર ચોક, હવેલી ચોક, લાયબ્રેરી ચોક થઈને શ્રી રામજી મંદિરે પરત ફરશે. જયાં દરેક જગ્‍યાએ નગરજનો ઘ્‍વારા રથના રૂટ ઉપર ઠંડી છાશ, લીંબુ શરબત, આઈસ્‍ક્રીમ, ફ્રુટ, ઠંડું પાણી વગેરેની વિશેષ વ્‍યવસ્‍થા રાખી છે. પ્રથમ એસ.ટી. ડેપો પાસે શીતલ આઈસ્‍ક્રીમ તેમજ વેપારીઓ ઘ્‍વારા રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. બાદમાં કેરીયા રોડ નવજીવન હોસ્‍પિટલ પાસે તેમજ નીલકંઠ જવેલર્સ પાસે રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. આમ અમરેલીના રાજમાર્ગો પર ઠેક ઠેકાણે ભગવાન શ્રીરામની ભવ્‍ય રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવેશે અને આ વખતે તા. 10/4 થી 14/4 સુધી પંચ દિવસીય મહાયજ્ઞનું આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં સાવરકુંડલાના પ્રખ્‍યાત ગાયકો ઘ્‍વારા હનુમાન ચાલીસાનો પાઠ વગેરે જુદા-જુદા ધાર્મિક આયોજન થયા હતા અને નગરજનો ઘ્‍વારા આ વખતે ભગવાન શ્રીરામ જન્‍મોત્‍સવના ભવ્‍ય ઉજવણીના ભાગરૂપે શહેરમાં અનેકજગ્‍યાએ મોટા મોટા હોર્ડિંગ્‍સ લગાડવામાં આવ્‍યા છે. આ ભગવાન શ્રીરામ જન્‍મોત્‍સવની ઉજવણીના ભાગરૂપે છેલ્‍લા ઘણા સમયથી અમરેલીના જુના માર્કેટયાર્ડમાં આવેલ વિશ્‍વ હિન્‍દુ પરિષદના  કાર્યાલય ખાતે સતત મિટિંગોનો દોર ચાલું છે અને અમરેલીના મુખ્‍ય એરીયા જેસીંગપરા, ચકકરગઢ રોડ, ભોજલપરા, ચિતલ રોડ, લીલીયા રોડ કડિયા સમાજ, ઓમ નગર, લક્ષ્મીનારાયણ યુવક મંડળ, લાઠી રોડ, હનુમાનપરા શકિત યુવક મંડળ વગેરે તમામ સંગઠનોની તબકકાવાર મીટિંગો કરીને આ વખતે ભવ્‍ય તૈયારીઓ કરી છે. આ તમામ આયોજનમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદ તેમજ બજરંગ દળના હસમુખભાઈ દુધાત, ભાનુભાઈ કિકાણી, અનકભાઈ બોરીચા, અમૃતરાવ ઘોરપડે, મનુભાઈ વેકરીયા, દિલીપસિંહ ઠાકોર, રશ્‍મિનભાઈ ત્રિવેદી, અલ્‍પેશભાઈ દુધાત, પ્રકાશભાઈ મહેતા, જતિન શેઠ, હાર્દિક ગૌસ્‍વામી, કૃણાલ વ્‍યાસ, કુલદીપભાઈ ધાધલ, કૃણાલ ત્રિવેદી વગેરે ઘણા બધા ધર્મપ્રેમી યુવકો આ રામ જન્‍મોત્‍સવ ઉજવવા માટે ભારે જહેમત ઉઠાવી રહૃાા છે. તો આવતીકાલે આ ભવ્‍યાતિભવ્‍ય રામ જન્‍મોત્‍સવ અને શ્રીરામ રથયાત્રામાં જોડવા માટે અમરેલીની ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ છે.

error: Content is protected !!